Back

સુરેન્દ્રનગર સબ જેલમાંથી જામીન ઉપરથી ફરાર થયેલ આરોપી મોરબીથી ઝડપાયો.

સુરેન્દ્રનગર સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ અધિક્ષક મોરબી એસ.આર.ઓડેદરા નાઓએ પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરાર આરોપીઓને પકડી પાડવા અંગે વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર નાઓને સુચના આપતા એનબી.ડાભી પો.સબ.ઇન્સ, એલ.સી.બી.મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયવંતસિંહ ગોહીલ તથા સહદેવસિંહ નિરૂભા જાડેજાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે સુરેન્દ્રનગર સીટી એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૭/૨૦૨૦ આઇ.પી.સી.કલમ-૩૭૯ ના કામે ચોરીના ગુનામાં સુરેન્દ્રનગર સબ જેલમાંથી તા.૩૦/૦૩/૨૦૨૦ થી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધીના વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ આરોપી મોરબી ગાંધીચોક પાસે ઉભેલ હોવાની ચોકક બાતમી હકિકત આધારે પેરોલ ફર્લો સ્કોડ મોરબીની ટીમે તપાસ કરતા સુરેન્દ્રનગર સબ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ચોરીના ગુનાનો આરોપી હાજીભાઇ અકબરભાઇ માણેક ઉ.વ. ૨૧ રહે. હાલ મોરબી બોરીચાવાસ જેલચોક યદુનંદન ગૌશાળાની બાજુમાં વાળાને પકડી સુરેન્દ્રનગર સબ જેલમાં મોકલવા તજવીજ કરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ

વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એ.એસ.આઇ. એચ.એમ. ચાવડા, રસીકભાઇ ચાવડા, તથા પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા,ચંન્દ્રકાંતભાઇ વામજા,જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..