Back

મોરબી જિલ્લામાં ૪૫ વર્ષ કે તેથી વધારે ઉમર ધરાવતા લોકોને કોરોના રસીકરણ કરવામાં આવશે.

અન્ય રોગો અંગેના પ્રમાણપત્ર રજૂ કરવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. દરેક સરકારી હોસ્પિટલો,સા.આરોગ્ય કેન્દ્રો, પ્રા.આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, અને આયોજન મુજબના ગામો તથા માન્ય કરેલ પ્રાઈવેટ હોસ્પિટલોમાં રસીકરણ કરવામાં આવશે.

 

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ તારીખ ૦૧/૦૪/૨૦૨૧ થી મોરબી જિલ્લાના ૪૫ વર્ષ કે તેથી વધારે ઉમર ધરાવતા દરેક નાગરિક કોરોના રસીકરણ કરવી શકશે. અન્ય રોગો અંગેના પ્રમાણપત્ર રજૂ કરવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં,

મોરબી જીલ્લામાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, ડિસ્ટ્રીકટ હોસ્પિટલ તમામ તથા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત દરેક સબ સેન્ટરો અને આયોજન મુજબના દિવશે દરેક ગામોમાં ઉપરાંત આયુષમાન ભારત યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલ ક્રિષ્ના હોસ્પિટલ મોરબી અને આયુષ હોસ્પિટલ તથા નક્ષત્ર હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ તથા હળવદ ખાતેની ઓમ હોસ્પીટલમાં પણ કોરોના રસીકરનની કામગીરી કરવામાં આવશે. અગાઉ કરેલ જાહેરાત મુજબ પ્રાઈવેટ હોસ્પિટલોમાં સરકારના નિયમ અનુસાર પ્રતિ ડોઝ રસીના રૂપિયા ૧૫૦/- તથા સર્વિસ ચાર્જના રૂપિયા ૧૦૦/- લેખે આમ કુલ મળીને પ્રતિ ડોઝ રૂ.૨૫૦ ચૂકવીને રસીકરણ કરવી શકશે જયારે સરકારી દરેક સેન્ટરો ઉપર રસી તદન વિનામુલ્યે આપવામાં આવશે.

કોરોના રસીકરણ માટે ૪૫ વર્ષ કે તેથી વધારે ઉમર ધરાવતા લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશનમા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઈ શકશે અથવા રસીકરનના સ્થળ પર જઈને નોંધણી કરવી રસી લઈ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ સાથે રાખી જેતે રસીકરણ સ્થળે રજૂ કરવાનું રહેશે.

આ તકે મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના વડા ડૉ. જે.એમ.કતિરા તથા જિલ્લા આર.સી.એચ. અધિકારી ડૉ. વિપુલ કારોલિયા મોરબી જિલ્લાના ૪૫ વર્ષ કે તેથી વધારે ઉમર ધરાવતા હોય અને કોરોના રસીકરણ કરવાવમાં બાકી હોય તેવા દરેક નાગરિકોને કોરોના રસીકરણ કરાવી કોરોના સામે સુરક્ષા મેળવવા ન્રમ અપીલ કરે છે. 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..