Back

એડ્સથી સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 3.5 કરોડ લોકો મોતને ભેટયા છે

(લેખક :દીપક જગતાપ)

1લી ડિસેમ્બર , વિશ્વ એઇડ્દિવસછે .આ દિવસ વિશ્વભરમાં એઈડ્સ દિવસ તરીકે ઓલખાય છે.દેશમા અને વિશ્વભરમાં એઈડ્સની બીમારી વધતી જાય છે તેની પાછલ એઈડ્ઝ અંગેની  જાગૃતિનો અભાવ છે 

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO )ના આંકડાઓ મુજબ, આ ચેપના કારણે સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 3.5 કરોડ લોકોના મોત ને ભેટયા છે 

સમગ્ર વિશ્વમાં ગત વર્ષે જ એચઆઈવીના ચેપના કારણે 10 લાખ લોકોના મૃત્યુ થયાં હતાં.

હાલમા  3.7 કરોડ લોકો આ બિમારી સાથે જીવી રહ્યાં છે. આ દર્દીઓમાં સૌથી વધારે 70 ટકા લોકો આફ્રિકામાં જીવી રહ્યાં છે.છેલ્લા ત્રણ વર્ષમા માં આ દર્દીઓની સંખ્યામાં 17 લાખ લોકોનો વધારો થયો હતો.

જ્યારે એચઆઈવીનો ચેપ લાગે છે ત્યારબાદ તે એઇડ્સમાં પરિવર્તિત થાય છે.

એઇડ્ઝ માટે લોકો મા ઘણી ગેરમાન્યતાઓ ઘર કરી ગઈ છે. જેના કારણે એચઆઈવી પીડિત લોકો પ્રત્યે લોકો ભેદભાવ રાખે છે.એચઆઈવી અંગેની જાગૃતિના અનેક પ્રયાસો બાદ પણ વર્ષ 2016માં યૂકેમાં 20 ટકા લોકો એવું માનતા હતા કે એચઆઈવીનો ચેપ વ્યક્તિના સ્પર્શથી પ્રસરાય છે.આ વાત ખોટી છે .હકીકત મા  એચઆઈવી વ્યક્તિના સ્પર્શ, લાળ, આંસુ, પરસેવા કે મૂત્રથી પ્રસરાતો નથી.આપણે એ પણ જાણી લઇએ કે આટલી બાબતોથી એચઆઈવી પ્રસરાતો નથી.જેમકે એક સમાન હવાનું શ્વસન કરવાથીકે આલિંગન કે ચુંબન કે હસ્તધૂનનથીએઇડ્ઝ થતો નથી .એ વાતપણ ખોટી છે કે 

એક જ વાસણમાં જમાવથીએઇડ્ઝ થાય છે .એ uprantએક જ બૉટલમાંથી પાણી પીવાથી, વ્યક્તિગત ચીજોના ઉપયોગથીrકસરતના સામાનના સરખો ઉપયોગ કરવાથીજાજરૂની બેઠક, દરવાજો કે હૅન્ડલ અડકવાથીએઇડઝ થતો નથી .આ પ્રકારની માન્યતાઓ પણ વ્યાપક પ્રમાણમાં વ્યાપેલી છે, જેમ કે સંભોગ બાદ સ્નાન કરવાથી કે કુંવારી કન્યા સાથે સંભોગ કરવાથી એચઆઈવી દૂર થાય છે.આ પ્રકારની માન્યતાઓ આફ્રિકાના સહારાના અમુક વિસ્તારોમાં, ભારતમાં અને થાઇલૅન્ડમાં વ્યાપેલી છે.આ માન્યતાના કારણે અનેક કુંવારી કન્યાઓના બળાત્કાર થયા છે, જેનાં કારણે બાળકોમાં પણ એચઆઈવીના ચેપનું જોખમ વધ્યું છે.

જ્યાં સુધી પ્રાર્થના કે રિવાજોની વાત છે ત્યાં સુધી આ પ્રકારના ઉપચારોથી મનોબળ મજબૂત થઈ શકે છે, પરંતુ વાઈરસ પર તેની કોઈ અસર થતી નથી.

હા એ ખરું કે લોહીના કારણે એચઆઈવી પ્રસરાતો હોવા છતાં જંતુઓના કરડવાથી એચઆઇવીનો ચેપ લાગતો નથી.

તેના બે કારણો છે.1. જ્યારે કોઈ જંતુ કરડે છે, ત્યારે તે અન્ય વ્યક્તિનું લોહી તમારામાં રૂપાંતર કરી શકતું નથી.2. જંતુઓમાં એચઆઈવીનો ચેપ લાંબો સમય ટકી શકતો નથી.આમ તમે એચઆઈવીગ્રસ્તની આસપાસ રહેતા હોવ અને ત્યાં ખૂબ જ મોટી માત્રામાં મચ્છરો હોય તો પણ તમને ચેપ લાગી શકશે નહીં.

મુખ મૈથુન અન્ય શારીરિક સંબંધો કરતાં ઓછું જોખમી છે. મુખ મૈથુનના કારણે એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા 10,000માંથી ચારની છે.જ્યારે એચઆઈવીગ્રસ્ત સ્ત્રી અથવા પુરૂષ સાથે મુખ મૈથુન કરવાથી એચઆઈવી પ્રસરાવવાની શક્યતા રહેલી છે.આ કારણોસર તબીબો મુખ મૈથુન સમયે પણ નિરોધનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

પણ હા , જો સંભોગ સમયે નિરોધ તૂટે અથવા લપસી જાય તો એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા છે.

આજે  એચઆઈવીના જાગૃતિ અભિયાનમાં ફક્ત નિરોધના ઉપયોગ પર ભાર મૂકવામાં નથી આવતો, પરંતુ એચઆઈવીનું પરિક્ષણ કરાવવાનો આગ્રહ કરાય છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ, એચઆઈવીના ચેપગ્રસ્ત લોકોમાં ચારમાંથી ઍવરેજ એક વ્યક્તિને એચઆઈવી છે કે નહીં તેની જાણ નથી હોતી.સમગ્ર વિશ્વમાં આ પ્રકારના 94 લાખ લોકો છે જેના લીધે ચેપ પ્રસરાવવાની શક્યતા રહેલી છે.

આ પણ એક વાસ્તવિકતા છે કે જો કોઈ વ્યક્તિને એચઆઈવી હોય અને તેનું નિદાન ન થયું હોય તો તે વ્યક્તિ એ જ સ્થિતિમાં 10થી 15 વર્ષ જીવી શકે છે.

આ સ્થિતિમાં વ્યક્તિને અન્ય ચેપગ્રસ્ત રોગોની અસર થાય છે. આવી વ્યક્તિઓને તાવ, નબળાઈ, માથાનો દુ:ખાવો, કફ વગેરેની સમસ્યા શરૂઆતના સમયમાં થઈ શકે છે.

જેમજેમ ચેપ પ્રસરાતો જાય તેમ તેમ અન્ય લક્ષણો સામે આવવા લાગે છે.જેમ કે, વજનમાં ઘટાડો થવો, તાવ, ઝાડા-ઊલટી, કફ વગેરની સમસ્યા શરૂ થાય છે.

યોગ્ય સમયે સારવાર ન મળે ત્યારે વ્યક્તિને ક્ષયરોગ, મગજ અને કરોડરજ્જુની ઉપર સોજો, અને કેટલાક અન્ય ચેપ લાગી શકે છે.

આ સ્થિતિમાં કૅન્સર થવાની શક્યતા છે.ચેપગ્રસ્ત વ્યક્તિનું નિદાન ન થાય ત્યારે તેમને અમુક પ્રકારના કૅન્સર પણ થઈ શકે છે.

પણ જે વ્યક્તિને જાણ થાય કે તેમને એચઆઈવી છે અને તેઓ સારવાર મેળવે તો તે લોકો પણ તંદુરસ્ત જીવન જીવી શકે છે.

યુએનએઇડ્સના જણાવ્યા મુજબ, સારવાર લઈ રહેલા 47 ટકા લોકો એવા છે જેમની અંદર એચઆઈવીનો વાઇરસ ખૂબજ વ્યાપક રીતે દબાયેલો હોવાના લીધે તે લોહીના પરિક્ષણમાં પણ બહાર આવી શકતા નથી.

જો આવી વ્યક્તિ સારવાર લેવાનું બંધ કરી દે તો તેમના લોહીમાંથી એચઆઈવીની હાજરી ફરીથી જોવા મળી શકે છે.


મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..