Back

મોરબીના પરશુરામધામ ખાતે અન્નકૂટ ના મહાપ્રસાદનું આયોજન

મોરબીના પરશુરામધામના ટ્રસ્ટી અને પ્રમુખ ભૂપતભાઈ પંડ્યાની યાદી મુજબ દર રવિવારની જેમ આવતાં રવીવારે  તારીખ-૩-૧૧-૨૦૧૯ ના રોજ સાંજે ૭ વાગ્યે મહા આરતી બાદ મહાપ્રસાદનુ આયોજન કરેલ છે. જે સમય સાંજે ૭ થી ૮-૩૦ રાખેલ છે. પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થયેલ હોવાથી હવેથી અગાઊની જેમ રાબેતા મુજબ પ્રસાદ રાખવામા આવશે જેની નોંધ લેવા જણાવાયું છે.

વિશેષ માં જણાવાયું છે કે, તા.૩-૧૧-૨૦૧૯ ના રોજ પરશુરામ દાદાને અન્નકૂટ ધરાવવાનો પણ

હોવાથી દર્શનનો લાભ લેવા જણાવાયું છે. જે પરશુરામ ધામ નવલખી રોડ, મોરબી ખાતે રાખવામા આવેલ છે.

સાથે તારીખ  ૩-૧૧-૨૦૧૯ ના દિવસે રવિવાર નાં રોજ ભગવાન પરશુરામ દાદા ને નવા વર્ષ નિમિતે અન્નકૂટ નો મહાપ્રસાદ ધરાવવાનો છે. જેમાં તમામ બ્રહ્મ સમાજ ના ભાઈઓ ,બહેનો ને અન્નકૂટ નાં દર્શન નો લાભ લેવા જણાવાયું છે. જે સાંજે 4 થી 7 દરમ્યાન રાખવામા આવેલ છે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..