Back

મોરબીના પીપળીયા ગામના રહીશ ગુરૂના આદેશના પગલે ૨૮મીએ જીવતા સમાધી લેવાની જાહેરાત

(અહેવાલ: ધવલ ત્રિવેદી)

મોરબી નજીકના પીપળીયા ગામના અનુ.જાતિના અને લોકસાહિત્ય કરતા કાંતિલાલભાઇ મુછડીયા આગામી ૨૮મીએ જીવતા સમાધી લય દેહ છોડશે. એવી જાહેરાત કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

મોરબીના પીપળીયા ગામના રહીશ અને છેલ્લા ઘણા વર્ષોથી પીપળીયા ગામમાં જ રહેતા અને લોકસાહિત્ય સાથે હિરામાં વ્યવસાય કરતા કાંતિલાલભાઇ અરજણભાઇ મુછડીયા નામના વ્યકિત આગામી ૨૮મીએ સમાધિ લેવાની જાહેરાત કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. કાંતિલાલભાઇ મુછડીયા આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જામદુધઈ ખાતે ૪૫૦ વર્ષથી બિરાજમાન રહેલા નવઘણ દાદાએ કુતરું કરડ્યું હતું એ મટાડી આપ્યું હતું. અને બધું સારૂ થય જાય પછી પોતાની પાસે આવતા રહેવા આહ્વાન કર્યું હતું. જેના કારણે ગુરૂના આદેશને પગલે આગામી ૨૮મીએ પીપળીયા ગામના તળાવ નજીક આવેલ સંત ગોરણદાસ ભગતની સમાધિ સામે ૨૧ પગલા ભરી તે જગ્યા પર  સમાધિ લયને પોતાનો દેહ છોડશે.

કાંતિલાલભાઈ મુછડીયાના પરિવારજનોમાં બે પુત્રો છે. અને વ્યવસાયે અને સુખી સંપન્ન જીવન જીવતા હોવાથી હવે તેમને કોઈ ઉપાધિ નથી. જેથી તેમના ગુરૂને શરણે પહોંચી જવા સમાધી લય રહ્યા છે. આ તકે ગામના સંરપંચ અલ્પેશ કોઠીયા તથા પરિવારજનોને પુછતા જણાવ્યું હતું કે, કાંતિલાલભાઇ ને ઘણી વાર સમજાવવા છતાં તે પોતાની વાતમાં અડગ છે. હાલ તમામ ગ્રામજનો ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રની નજર પીપળીયા ગામ પર છે. હવે જોવાનું શું ખરેખર ૨૮મીના રોજ સમાધિ લયને તેમના ગુરૂ પાસે પહોંચી જશે કે પછી આ એક અંધશ્રદ્ધા જ છે. તેની મીટ મડાઇ રહી છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..