Back

મોરબી ખાતે એન્ટી કરપ્શન ડે નિમિતે કોલેજમાં લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો

ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિતે એસીબી પોલીસ સ્ટેશન દ્વારા મોરબીની પી જી પટેલ કોમર્સ કોલેજ ખાતે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું   જેમાં કોલેજના પ્રિન્સીપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ, પ્રોફેસર તેમજ મોરબી ગ્રાહક સુરક્ષા સેલના એડવોકેટ ધર્મેન્દ્ર બારૈયા સહિતના અગ્રણીઓ દ્વારા કોલેજના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું 

કાર્યક્રમમાં એન્ટી કરપ્શન બ્યુરોના માળખા અને એસીબીની કાર્યરીતી સંબંધિત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ભ્રષ્ટાચાર પ્રવૃતિઓ બાબતે અને ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરી પેમ્પ્લેટ વિતરણ ઉપરાંત બેનર પ્રદર્શન કરવામાં આવ્યું હતું એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા નિયત કરેલ ભ્રષ્ટાચાર નિવારણ અંગેની એન્થમનું ગાન રજુ કરવામાં આવેલ અને ભ્રષ્ટાચાર નાબુદી અંગે તમામને શપથ લેવડાવવામાં આવ્યા હતા મોરબી એસીબી પીઆઈ પ્રવીણ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..