Back

ડેન્ગ્યુ અંગે જાગૃતી લાવા લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રાત્રી સભા યોજાય

મોરબી જિલ્લા માં હાલ ડેન્ગ્યુ ના તાવ નો ઉપદ્રવ ખુબજ વધી ગયેલ છે તે ધ્યાને લેતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી ની સૂચના થી ગામ લાલપર મુકામે ડેન્ગ્યુ તાવ વિશે લોકો માં જાગૃતતા તે અંગે ખાસ રાત્રી સભા નું આયોજન કરવા માં આવ્યું હતું.

આ રાત્રી સભા માં પ્રોજેક્ટર દ્વારા ડેન્ગ્યુ ના મચ્છરો નું જીવન ચક્ર બતાવવા માં આવ્યો હતો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયા, એમ.પી.એસ. જગદીશભાઈ કૈલા, દિલીપભાઈ દલસાનિયા, પ્રકાશભાઈ મકવાણા, હાર્દિકભાઈ સોરીયા  દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વધુ માં વધુ લોકો ડેન્ગ્યુ અંગે જાગૃત થાય તેવી અપીલ કરવા માં આવી હતી ...

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..