Back

દુષ્કર્મ કેસમાં ખેવારીયાના ઉપસરપંચની જામીન અરજી રદ

મોરબીના ખેવારીયા ગામના ઉપસરપંચ જયદીપ ઠાકરશીભાઈ પટેલે પરિણીતાના દીકરા અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોય જે અંગે ગુન્હો નોંધાયા બાદ પોલીસે આરોપી ઉપસરપંચ જયદીપ પટેલની પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીએ મોરબી એડી. ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે આવા કેસમાં સરળતાથી જામીન આપવાથી તેની સમાજ પર વિપરીત અસર થાય છે તેમજ આરોપી ખેવારીયાનો ઉપસરપંચ હોય જેથી પોતાના હોદાને લીધે જામીન પર છૂટી જાય તો સાક્ષી પુરાવા સાથે ચેડા કરી સકે છે આરોપીએ ગંભીર પ્રકારનો સમાજ વિરોધી ગુન્હો કરેલ છે વધુમાં આરોપીe એટ્રોસિટી એક્ટ મુજબનો ગુન્હો કરેલ છે ફરિયાદી પોતે સતત ભયમાં રહેતા હોય અને સમાજમાં બદનામીના ડરને કારણે મોડી ફરિયાદ નોંધાવેલ કોર્ટે ફરિયાદી પક્ષના એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાની દલીલ માન્ય રાખી આરોપી જયદીપ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..