Back

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

 રવિવાર એટલે મોરબીમાં સ્વચ્છતા દિવસ, મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ આજ રોજ ગીતાંજલિ સ્કૂલ પાસે, વૈભવનગર પાસે (ધુતારી કાંઠે), મોરબી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, અને હવે દર રવિવારે એક સોસાયટી વિસ્તારમાં માં સફાઈ કરવામાં આવશે. સોસાયટી વિસ્તારમાં માં લોકો જાગૃત થાય અને બીજે પણ ગંદકી ના કરે અને સાફ સફાઈ રાખે એવો સંદેશ આપેલ છે અને સાથે શનિવારે રાત્રે "સ્વચ્છતા સભા" પણ કરીને સોસાયટી ના માણસો ને જાણ પણ કરીએ છીએ સાથે સફાઈ અભિયાન માં જોડાવા આહવાન  પણ કરીયે છીએ. અને મોરબી ની કોઈ પણ સોસાયટી વિસ્તારમાં કે કોઈ પણ સ્કૂલ સ્વચ્છતા માટે અભિપ્રાય અને કોઈ પણ રવિવારે સ્વચ્છતા માટે કોન્ટેક્ટ કરી શકે છે.

મોબાઇલ નંબર ૯૯૦૯૯ ૮૮૭૮૫, ૯૭૨૭૭ ૭૦૨૭૧

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..