Back

ડાયમંડ નગર (આમરણ) ખાતે કેશવજીભાઇ ‌કાસુનદરા ની આગેવાનીમા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ મહોત્સવ ઉજવાયો

મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ પ્રસંગે "સ્વચ્છ ભારત " અને " સ્વચ્છતા હી સેવા " કાયઁક્રમ અંતગઁત શાળામા 'સ્વચ્છ ભારત 'રેલી અને "પ્લાસ્ટિક મુકત "ભારત રેલી યોજવામા આવી.રેલીમા સ્વચ્છતા ને લગતા તથા પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા અંગેના સુત્રોચ્ચાર કરવામા આવેલ...વિદ્યાર્થીઓ  દ્વારા  ગામની સફાઇ કરવામા આવેલ અને પ્લાસ્ટિક ભેગુ કરી નાશ કરવામા આવેલ તથા પ્લાસ્ટિક ન વાપરવા અંગે સંદેશો પાઠવવામા આવેલ.શાળામા સિંગલ  પ્લાસ્ટિક યુઝ નહિ કરવા અંગે આચાયઁ દ્વારા  શપથ લેવાડાવવામા આવેલ.ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ  અને ગ્રામલોકો દ્વારા  ભારતને પ્લાસ્ટિક મુકત બનાવવાના અભિયાનમા તન ,મન અને ધનથી સહયોગ આપવાની કટિબધ્ધતા વ્યકત કરવામા આવેલ...વિદ્યાર્થીઓ  દ્વારા  ગાંધીજી અને સ્વચ્છ ભારત અંગે વકતવ્ય આપવામા આવ્યા હતા

રિપોર્ટર

મયંક દેવમુરારી

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..