Back

ઘડિયાલગ્નનો ટ્રેન્ડ વધુ એક ઘડિયા લગ્ન લેવાયા

અહેવાલ - ભાવિક રૈયાણી

મોરબીમાં લગ્નગાળો ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે આ સાથે પાટીદાર સમાજમાં એક નવો ઘડિયાલગ્નનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે મોરબીના ભરતનગર ગામે વધુ એક ઘડિયા લગ્ન લેવાયા હતા. જેમાં ભાવનાબેન તથા જયંતીલાલ રવજીભાઈ ધોરીયાણીની સુપુત્રી ચિ. રચનાના લગ્ન ભરતનગર નિવાસી પુષ્પાબેન તથા વાલજીભાઈ કાળુભાઈ ફેફરના સુપુત્ર ચિ. ચિરાગ સાથે આજરોજ તારીખ - 8 ડિસેમ્બર 2019 ના રોજ ઘડિયા લગ્ન લેવાયા હતા. આ સાથે લગ્નના ખોટા ખર્ચથી દુર રહેવા આ પાટીદાર સમાજનું સરાહનીય કાર્ય છે...

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..