Back

કોંગ્રેસ દેશની જનતાની માફી માંગે ભાજપનું ધરણા પ્રદર્શન

ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લા દ્વારા તારીખ ૧૬ નવેમ્બર ના રોજ કોંગ્રેસ અને રાહુલ ગાંધી ના વિરોધમાં રાફેલ મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો જુઠા અને મનઘડત છે તેવું સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણય થી સાબિત થાય છે. જેથી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દેશ ની જનતા ની માફી માંગે એના માટે મોરબી જીલ્લા ભાજપના સૌ કાર્યકર્તાઓ એ વિરોધ દર્શાવી સાથે મળી ને ધરણા પ્રદર્શન કરેલ. જેમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી મેઘજીભાઇ કંજારીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, જીલ્લા મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા,  હિરેનભાઇ પારેખ, ઘનશ્યામભાઈ ગોહિલ, જયરાજસિંહ જાડેજા, વિજયભાઈ લોખિલ, મંજુલાબેન દેત્રોજા સહિત અન્ય આગેવાનો તેમજ સૌ કાર્યકર્તાઓ જોડાયા હતા.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..