Back

પાણીના નિકાલની જગ્યાઓપર થયેલ દબાણનું સર્વે કરી નિકાલ કરવા રજૂઆત.

મોરબી શહેર તેમજ રવાપર અને શનાળા ગામમાં પાણીના નિકાલની જગ્યાઓપર થયેલ દબાણનું સર્વે કરવા તેમજ નિકાલ ની યોગ્ય વ્યવસ્થા   કરવા કલેકટર ને કે.ડી.બાવરવા દ્વારા રજૂઆત કરવામાં આવી.

તાજેતરમાં મોરબી શહેરમાં વરસાદના પાણીના નિકાલના અભાવે પુરની પરિસ્થતિ થવાપામેલ હતી.

વર્ષો પહેલા મોરબી વિસ્તારમાં વરસાદના પાણીનો નિકાલ જુદા જુદા વોકળાઓમારફત થતો હતો. પરંતુ હાલમાં આ વોકળાઓ ઉપર દબાણ થવા પામેલ હોવાથી, પાણીનોયોગ્ય નિકાલ થતો નથી. જેના પરિણામે સ્વરૂપ આ પુરની સ્થિતિ પેદા થવા પામેલ હતી.જેના કારણે ઘણી બધી સોસાયટીઓમાં લોકોના ઘરમાં પાણી ઘુસેલ હતા અને ઘણી મોટીનુકશાની ભોગવવી પડેલ છે.

 જો આ બાબતે અત્યારથી યોગ્ય વિચારણા કરવામાં નહી આવે તો દિવસે ને દિવસેઆ પરિસ્થિતિ અતિ ગંભીર બનતી જશે અને મોરબીને બીજી હોનારતનો સામનો કરવાનોસમય આવશે.

મોરબી વિસ્તારમાં મચ્છુ ૨ ડેમ બાજુએ થી લઇ ને જો વાત કરવામાં આવે તોસૌથી પહેલા લીલાપર પાસેનો વોંકળો આવે. ત્યારબાદ રવાપર ગામ પહેલા વિજય નગરપાસેનો વોંકળો આવે છે. ત્યારબાદ રવાપર ચોકડી પાસેથી નીકળતો રવાપર રોડને સમાંતરઆવેલો વોંકળો આવે, જેમાં હીરાસરના મારગનું પાણી પણ આગળ જતા ભળે છે. ત્યારબાદવરસો પહેલા જે રેલ્વેલાઈન હતી તેની બાજુમાં જે વોકળો શનાળા રોડને સમાંતર હતો જેહાલમાં દેખાતો નથી અને છેલ્લે ધુતારીનો વોકળો. આમ આ બધા વોકળામાંથી વરસાદનાપાણીનો નિકાલ સરસ રીતે થતો હતો. પરંતુ કાળેક્રમે અને સ્વાર્થી લોકોના કારણે તેમજ તંત્રદ્વારા આંખ આડા કાન કરવાની વૃતિ, ભ્રષ્ટાચાર અને અસામાજિક તત્વોનો ને મળેલો છૂટોદોર  વગેરે કારણોસર આ બધી વ્યવસ્થા જે કુદરતી હતી તે નષ્ટ પામેલ છે.

આ ઉપરાંત સરકારી તંત્ર દ્વારા જે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તે પોતાનીક્ષમતા મુજબ કામ કરતી નથી જેના કારણે આ પરિસ્થિતિએ અતિગંભીર રૂપ ધારણ કરેલ છે.

તાજેતરમાં પાણીના નિકાલના અભાવે ઉદભવેલ પુર જેવી પરિસ્થિતિના કારણે આઠઆઠ અમુલ્ય માનવ જિંદગીઓ આનો ભોગ બનેલ છે એવું લોક મુખે સાંભળવામાં આવ્યું છે.આ ઉપરાંત ઘરમાં ઘરવખરી તેમજ અન્ય નુકશાન, લોકોના વાહનોને નુકશાન, ધંધામાંનુકશાન, રોડ-રસ્તાઓનું નુકશાન વગેરે પારાવાર નુકશાન થયેલ છે.

આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ના બને અને લોકોને આમાંથી છુટકારો મળે એવી રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..