Back

મોરબી પંથકમાં ડેન્ગ્યુ તાવે ઊંચકેલું માથું.સઘન તકેદારી સેવવા તંત્રને સાવધ કરતાં ધારાસભ્ય

મોરબી પંથકમાં ડેન્ગ્યુ તાવે ઊંચકેલું માથું.સઘન તકેદારી સેવવા જિલ્લા આરોગ્ય તંત્રને સાવધ કરતાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા

 

મોરબી પંથકમાં દિન પ્રતિદિન ડેન્ગ્યુ તાવના કેસો વધ જાય છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર તકેદારી સેવે અને ડેન્ગ્યુ તાવ વકરતો અટકાવે તે માટે મચ્છર નાબૂદી તેમજ અન્ય આનુશાંગિક પગલાં ભરી સઘન કામગીરી કરે તેવી મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીને કરી છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે મોરબીના એક જાગૃત નાગરિકે ઓમ શાંતિ સોસાયટી વિસ્તારમાં ડેન્ગ્યુ તાવના પોજિટિવ કેસો અંગે માહિતી સાથે ધારાસભ્ય બ્રિજેશ મેરજાને રજૂઆત કરેલી.

તે કિસ્સાને ટાંકીને પણ બ્રિજેશ મેરજાએ જિલ્લા આરોગ્ય અધિકારીને આ બાબતે વધુ સાવધાની કેળવાય તે જોવા ભારપૂર્વક જણાવ્યુ છે. મોરબી પંથકમાં ચોમાસાના અતિ ભારે વરસાદને લીધે પાણીજન્ય રોગોની દહેશત પણ ઊભી થયેલી જણાય છે. તદુપરાંત શહેરના જુદા – જુદા બંધકામના સ્થળોએ પણ ભરાય રહેતા પાણીમાં મચ્છરો ઉત્પન્ન થતાં હોય છે. તે જોતાં આવા બાંધકામ ચાલતા હોય તેવા સ્થળોએ માચ્છર ઉત્પતિ થતી અટકે તે માટે ફોગિંગ કે અન્ય આનુશાંગિક પગલાં ભરવા વહીવટ તંત્ર જાગૃત બને. જેથી કરીને ડેન્ગ્યુ જેવા જીવલેણ તાવના રોગ સામે લોકોને આરોગ્ય વિષયક સુરક્ષા બક્ષી શકાય. આ બાબતને ખૂબ ગંભીર ગણીને તાકીદે યોગ્ય પગલાં ભરવા જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ સરકારી હોસ્પિટલના અધિક્ષક ને તાકીદ કરવામાં આવી છે.

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..