Back

મોરબી ખાતે જિલ્‍લા સંકલન સહફરિયાદ સમિતિની બેઠક યોજાઈ...

મોરબી જિલ્‍લા કલેકટર આર.જે માકડીયાના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા સંકલન સહફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ધારાસભ્‍ય બ્રીજેશભાઇ મેરજાએ કેનાલ રોડ આવેલ રહેણાંક વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા અને ભૂગર્ભ ગરટની સુવિધા મળી રહે તે માટે રજુઆત કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટરએ પદાધિકારીઓના પ્રશ્નોના જવાબો અધિકારીઓ દ્વારા સમયસર આપવામાં આવે તેવી સુચના આપી હતી. તેમજ મોરબી નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સત્વરે કામગીરી કરવા માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકાને તાકીદ કરી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય લલીતભાઇ કગથરા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચિખલીયા, જિલ્‍લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્‍લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, પ્રાંત અધિકારી ખાચાર,નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહીલ સહિતના જિલ્‍લાના વરિષ્‍ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

અહેવાલ ચિરાગ મકવાણા 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..