Back

મોરબીમાં ગૌસેવક પરીવાર ના સૌજન્યથી નિઃશુલ્ક (ફ્રી) ગૌમૂત્ર ચિકિત્સા કેમ્પ યોજાશે.

શ્રીજી ગૌશાળા - રાજકોટ દ્રારા પ્રેરીત..

૦૫ મે  રવિવારે સવારે ૯ વાગ્યાથી ..

ફ્રી - કેમ્પ માં જોડાવ આજે જ નામ નોંધાવો..

શ્રી ગિરિરાજ ગૌમૂત્ર ચિકીત્સા કેન્દ્નનાં ચિકીત્સકો નિદાન / દવા આપશે....

મોરબી નાં ગૌપ્રેમી નગરજનો મિલનભાઈ રાજા સાથે ની વાતચીત મા જણાવેલ છે  આજનાં જેટ યુગમાં અનિયમિત શૈલી -વિરૂધ્ધ અને રાસાયણીક આહારો સાથે પર્યાવરણ (હવા - પાણી) ની દુષીતતાને લઈને આપણે નાનીજ ઉમરમાં જટીલ રોગોથી ગ્રસ્ત થઈ રહ્યા છીએ..

૩૦ વર્ષની યુવાન વયે - કેન્સર ,કિડની કે હાર્ટ એટેક જેવી બીમારીઓ સર્વ સામાન્ય છે. વળી ડાયાબીટીશ , બ્લડ પ્રેશર,વાં અને ચામડીનાં રોગો - લીવર કે આંતરડાનાં રોગોથી અનેક લોકો પીડાઈ રહ્યા છે.

એમા પણ વિલાયતી (એલોપેથીક) દવાઓના અતિરેક છતાં રોગોથી છુટકારો મળતો નથી, ત્યારે આપણી પ્રાચીન રૂષી યુગની ગૌમૂત્ર /આર્યુવેદીક ની ચિકીત્સા પ્રણાલીમાં જટીલમાં જટીલ રોગોમાં ચમત્કારીક પરીણામો પ્રાપ્ત થઇ રહ્યા છે.

એવી એ ગૌમૂત્ર ચિકીત્સા ના પ્રચાર/પ્રસાર રૂપે રાજકોટ ની "શ્રીજી ગૌશાળા" સૌરાષ્ટ નાં પાચ શહેરોમાં " શ્રી ગિરીરાજ ગૌમૂત્ર ચિકિત્સા" ની શ્રેણી દ્રારા નિઃશૂલ્ક ગૌમૂત્ર ચિકીત્સા આપી જટીલ રોગોમાં ગૌમાતાના આરોગ્ય વરદાન સાથે પ્રાણ લેતા બીમારીમાં જીવનદાન જેવું પૂણ્ય કાર્ય કરી રહી છે. સંસ્થા એ ૨૦ વર્ષ માં ૭ લાખથી વધુ દર્દી ઓને આરોગ્ય લાભ આપ્યો છે.

 એથી  એ ચમત્કારીક ગૌમૂત્ર ચિકિત્સા નો એક કેમ્પ મોરબી ખાતે , આગામી તા.  ૦૫/૦૫/૨૦૧૯ ને રવીવાર નાં રોજ સવારે  ૦૯:૦૦  વાગ્યા થી આયોજીત કરવામા આવ્યો છે.

જેમા રાજકોટ ની "શ્રીજી ગૌશાળા" ગૌમૂત્ર ચિકિત્સકો ઉપસ્થીત રહી દર્દીઓને ચિકિત્સા નિદાન સાથે દવાઓ નિઃશૂલ્ક આપશે.

 મોરબી શહેરના  નગરવાસીઓને આ કેમ્પ મા જોડાઈને આરોગ્ય લાભ લેવા નમ્ર અપીલ.

  કેમ્પમા જોડાવા આજે જ આપનું નામ નોધાવો...

કેમ્પ સ્થળ : 

રાજેશ સાડી શોરૂમ ની ઉપર, 

પાંચમો  માળ, ( લીફ્ટ ની સુવિધા ઉપલબ્ધ છે)

ચકિયાં હનુમાન મંદીર ની સામે, 

વસંત  પ્લોટ , મોરબી - ૩૬૩૬૪૧.

નામ નોધાવા માટે :

 રાજા આયુ કેર

 મહેશ હોટેલ પાસે,લક્ષ્મી ગ્લાસ ની સામે ,

  શનાળા રોડ, મોરબી - ૩૬૩૬૪૧.

 કો. નરેશભાઈ રાજા -  ૯૪૨૭૨ ૩૬૨૪૮

 મિલન રાજા -  ૯૦૩૩૯ ૮૬૫૧૪ 

રાજેશ ક્રિએશન

ચકિયા હનુમાન સામે,

રવાપર રોડ , મોરબી -૩૬૩૬૪૧

કો. ઉદયભાઈ રાજા -  ૯૯૨૫૯ ૩૧૯૮૭

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..