Back

ગુજરાતમાં ભાજપના અને રૂપાણીના રાજમાં દેશી-વિદેશી દારૂનો મોટો ઉદ્યોગ ચાલુ છે-રમેશભાઇ રબારી

ગુજરાત રાજ્યમાં રોજ રોજ લાખો રૂપિયાનો દારૂ પકડાઈ છે તેવા સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સત્ય હકીકત પ્રજા સમક્ષ મૂકતા રૂપાણી તથા પાછળ બેબાકળા બની મનફાવે તેવા નિવેદન કરે છે પરંતુ હકીકતમાં ગુજરાતમાં મોટામાં મોટો જો કોઈ ઉદ્યોગ હોય તો તે માત્ર દારૂ જ છે ગુજરાતમાં દારૂબંધી ના નાટકથી પોલીસ અધિકારીના આપતા વધે છે અને રાજ્યના ડીજીપી એક ખાસ પરિપત્ર કરી ગુજરાતમાં દારૂ નાબૂદ કરવા અંગે આદેશ કરવો પડે કે સરકારની શરમ ગણાય તો ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોય તો આટલો દારૂ શા માટે પકડાયેલ છે માટે ગુજરાત આજે દારૂના દૂષણમાં ગળાડૂબ છે ગુજરાત સૌરાષ્ટ્રના તમામ નાના મોટા શહેર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં દૂધની જેમ દારૂની હોમ ડીલેવરી થાય છે છતાં સરકારની પોલીસ સાવ નિરસતા દાખવે છે ત્યારે અશોક ગહેલોત નિવેદન પછી ડીજીપીએ તારીખ ૧૧ થી ૧૬ સુધી ગુજરાતના દરેક શહેર-જિલ્લા તાલુકા તથા ગ્રામ્યમાં દારૂની ડ્રાઈવ કરવા આદેશ કરવો પડે તો ત્યાર પહેલા રૂપાણી શા માટે ન કર્યો હતો અને ફક્ત પાંચ દિવસ ડ્રાઈવ કરી ફરી પાછા જેમના તેમ બની જશે તો આ ગુજરાતને દારૂના દૂષણથી સદાયને માટે કાયમી ડ્રાઈ શા માટે નહીં ? રાજ્યની વિવિધ સરહદો પરથી દારૂ ગુજરાતમાં પહોંચે છે ત્યારે રાજ્ય સરકાર શું કરે છે તેવો આક્ષેપ રમેશભાઈ બી. રબારી ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલ કર્યો હતો.

અહેવાલ ચિરાગ મકવાણા


મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..