Back

મચ્છુ શિરમોર મોરબી મયુર નગરીમાં પાટીદારધામ & જિલ્લા પાટીદાર કર્મચારી ગ્રુપ દ્રારા સન્માન

મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ નું પાટીદારધામ ટ્રસ્ટ અને જિલ્લા પાટીદાર કર્મચારી ગ્રુપ વતી શુભેચ્છા મુલાકાત લેવામાં આવી જેમાં મોરબી જિ. પ્રા. શિ. સંઘના પૂર્વ પ્રમુખ સરડવા મણિલાલ વી. , પાટીદારધામના પ્રમુખ સેવક કિરીટ દેકાવાડીયા , જીજ્ઞેશ બોઘરા, નરેન્દ્ર બાવરવા, નાનજીભાઈ મોરડીયા, નરેન્દ્ર કાલરીયા દ્રારા સાથે મળીને પાટીદારધામ ટ્રસ્ટ મારફત ચાલતી જી.પી.એસ.સી.ના વર્ગની અને તેમના કાર્યથી  કલેક્ટરને માહિતગાર કરવામાં આવ્યા, સાથે - સાથે ચાલતા ફ્રી સેમિનાર મારફત ગરીબ પરિવારના પાટીદાર વિધાર્થી ભાઈઓ/ બહેનોને થયેલ લાભોની ચર્ચા કરવામા આવી.

 જિલ્લા વહીવટી તંત્ર સાથે અમો હરહંમેશ સાથે મળી ને  રાષ્ટ્રિય કામગીરી જેવી કે ચૂંટણીલક્ષી , વસ્તીગણતરી  કે કુદરતી આફત ના સમયે કદમ પે કદમ મિલાવીને તંત્ર સાથે ખડેપગે રહેશું તેની ટીમ વતી ખાત્રી આપવામાં આવી, પાટીદારધામ - મોરબી , જિલ્લા પાટીદાર કર્મચારી ગ્રુપ દ્રારા  કલેક્ટર નું પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું..

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..