Back

પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના અંગે બેઠક યોજાઈ

લેબર નિયામક સી.જે.પટેલના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના અંગે જિલ્લાના લાભાર્થીઓ વેપારીઓ, દુકાનદારો સાથે બેઠક યોજી યોજનાની વિગતે છણાવટ કરવામાં આવી હતી. 

        જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં ગઈકાલે મળેલ બેઠકમાં નિયામકશ્રીએ વેપારીઓને યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે આ અસંગઠિત કામદાર સામાજિક સુરક્ષા અધિનિયમ-૨૦૦૮ હેઠળ લઘુ વ્યાપારી માન-ધન યોજના તા.૦૫/૦૩/૨૦૧૯ ના રોજ પ્રધાનમંત્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.

         વધુમાં તેઓએ જણાવ્યું  આ એક પેન્શન યોજના છે. જેમાં લાભાર્થી ૧૮ વર્ષથી ૪૦ વર્ષની વય ધરાવતા વેપારીઓ લાભ લઈ શકે છે. અને માસીક ફાળાની રકમ રૂ.૫૫ થી રૂ.૨૦૦ સુધીની છે. જેમાં ૫૦ ટકા રકમ લાભાર્થી ચૂકવે અને ૫૦ ટકા રકમ કેન્દ્ર સરકાર ભાગવશે અને ૬૦ વર્ષ પૂર્ણ થયા બાદ માસીક રૂ.૩૦૦૦/- નિશ્ચિત પેન્શન શરૂ થશે તેમ જણાવી યોજનનો લાભ લેવા આધારકાર્ડ, સેવિંગ બેંક એકાઉન્ટ ના પાસ બુક સાથે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જવાથી નોંધણી કરાવી શકશે. 

        આ બેઠકમાં કેલકટર જે.બી.પટેલ, નિવાસી અધિક કલેકટર કેતન જોષી સહિત મોરબી જિલ્લાના વેપારીમહામંડળ, ટીમ્બર મર્ચન્ટ,કટલેરી એશોસીએશન, કાપડ એશોસીએશન,કિરાણા એશોસીએશન,પેટ્રોલપંપ એશોસીએશનસહિતના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહિ યોજનાની માહિતી મેળવી હતી અને તેમના દ્વારા મુઝવતા પ્રશ્નોની નિયામકએ વિગતે જાણકારી આપી હતી.       

બેઠકમાં એશોસીએશનના સભ્યો ઉપરાંત ડી.જે.મહેતા ડેપ્પુટી કમિશ્નર ઓફ લેબર, રાજકોટ, એ.કે. ઠક્કર સરકારી શ્રમ અધિકારી, એમ.સી.ઝીઝોલ, આર.એલ.પટેલ, આર.બી.જોષીસહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..