Back

સ્ટેમ્પ વેન્ડર, લીડ બેન્ક, જનસેવા કેન્દ્રના વ્યવસ્થાપક સાથે મિટિંગ યોજી લોકાભિમુખ કાર્યવાહી કરવા દિશા-નિર્દેશ કરાયા

ઇ-સ્ટેમ્પીંગ સુવિધાનો વ્યાપ વધારવા ACC અંગેનું લાયસન્સ લેવા મોરબી કલેક્ટરનો અનુરોધ

         રાજ્ય સરકાર દ્વારા ઇ-સ્ટેમ્પીંગની સુવિધાનો વ્યાપ વધારવા માટે વિવિધ આયોજનો હાથ ધરાયા છે તે અંતર્ગત મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી.

        જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને ચેમ્બરમાં મળેલી બેઠકમાં સ્ટેમ્પ વેન્ડર, લીડબેન્કના મેનેજર, જન સેવા કેન્દ્રના વ્યવસ્થાપક જોડાયા હતા. આ બેઠકમાં ઇ-સ્ટેમ્પની કાર્યવાહીમાં પ્રજાજનોને કોઇ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે લોકાભિમુખ કાર્યવાહી થાય તે માટે ઇ-સ્ટેમ્પીંગ અંગેનું લાયસન્સ વધુને વધુ એજન્સીઓને લેવા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા અનુરોધ કરાયો હતો. ઇ-સ્ટેમ્પીંગ લાયસન્સ ઇસ્યુ કરવા બાબતે તેમજ જાહેર જનતાને સ્ટેમ્પ મેળવવા કે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવણીમાં કોઇ તકલીફ ન પડે તે માટે સબંધિતો સાથે બેઠક કરી આ અંગે માર્ગદર્શન પણ અપાયું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે હવેથી શીડયુલ બેંકો,કેન્‍દ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્‍થાઓ કે એકમો અને પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્‍સીસ્‍ટેમ્‍પ વેન્‍ડર,ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ,કંપની સેક્રેટરી,બંદર/પોર્ટ ખાતેના સી એન્‍ફ એફ એજન્‍ટ,ઇ-ગવર્નસ પ્‍લાન હેઠળ કાર્યરત કોમન સર્વિસ  સેન્‍ટર,આર.બી.આઈ. રજીસ્‍ટર્ડ નોન બેંકીંગ ફાઈનાન્‍સીયલ કંપની અને લાયસન્‍સી નોટરી અથવા રાજય સરકારના પૂર્વ પરામર્શ બાદ કોઈ વ્‍યકિત/ એજન્‍સી ACC તરીકે લાયસન્સ મેળવી શકશે.

ACC તરીકે લાયસન્‍સ મેળવવા અને સ્‍થાનિકે આ બાબતે કોઈ વિશેષ માહિતીની જરૂર જણાય તો નાયબ કલેકટરની કચેરી સ્‍ટેમ્‍પડયુટી મુલ્યાંકન તંત્ર સેવા સદન લાલ બાગ રૂમ નં. 122 મોરબીનો સંપર્ક કરવા પણ જણાવાયુ છે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..