Back

મોરબીમાં પાણીના નિકાલની વ્યવસ્થા થવી જોઈએ -સીરામીક એસો.પ્રમુખ

મોરબી મા તા.૧૦ /૮/૨૦૧૯ નો વરસાદ એટલે બહુ જ શાંત રીતે વરસેલ વરસાદ પરંતુ આડેધડ  માનવ સર્જીત વોકળા અને વરસાદી પાણી ના બંધો એ રીતસર મોરબીના રહેણાક  વિસ્તાર જેવા કે રવાપર રોડ , ઉમીયા ચોક , અવની ચોકડી , રવાપર ની દરેક નવી સોસાયટી , સરદાર પટેલ રોડ , આલાપ , મારૂતી નગર , ગોકુલ નગર , યદુનંદન , સુભાષનગર , બાપા સિતારામ ચોક તેમજ નવા બનેલ તમામ એપાર્ટમેન્ટ મા જે રીતે પાણી આવ્યુ તે ખરેખર નવસારી અને ૧૧ ઓગષ્ટ ૧૯૭૯ ને યાદ કરાવી દીધુ. 

લોકો આ બધુ બે દિવસ મા બધુ ભુલી ગયા કોઇએ  આ બાબત ને બહુ ગંભિરતા થી લીધી નથી પરંતુ જો આનો યોગ્ય રસ્તો ના કર્યો તો દર વરસે આ હાલત થવાની છે ત્યારે મારી સમગ્ર મોરબીજન વતી નગરપાલીકા , જીલ્લા વહીવટ તંત્ર , રવાપર સરપંચ , રાજકીય આગેવાનો તેમજ જે તે લાગુ પડતા કાઉન્સીલરો ને નમ્ર વિનંતી અને રજુઆત છે કે આ વિષય ને ગંભિરતાથી લઇ અને જે તે લોકો એ પાણી ના વહેણ ને ગેરકાયદેસર રોક્યા હોય તેમા નિકાલ કરે 

 નહિતર આગામી સમયમા હોનારત નુ નિર્માણ થશે અને તે ના થાય તે માટે આ બાબતે વહિવટી તંત્ર દ્વારા એક મીટીગ નુ આયોજન કરી તેમા જે તે સોસાયટી મા પાણી આવ્યુ હતુ અને લોકો ને બાન મા લીધા હતા તે સોસાયટી ના પ્રમુખો , કાઉન્સલરો , રાજકીય આગેવાનો તેમજ નગરપાલીકા ની ટીમો , સરપંચો વગેરે ને હાજર રાખી ઉભી થયેલ તકલીફો , તેના કારણો , અને નિરાકરણો માટે એક મીટીગ નુ આયોજન તાત્કાલીક ધોરણે કરવુ જરૂરી છે કારણકે આવો વરસાદ તો આવે જ છે પંરતુ હોનારત પછી આ પરીસ્થિત નુ નિર્માણ પહેલી વખત થયુ છે તો છેલ્લા એક વરસ મા શુ નવુ બાંધકામ થયુ કે ફેરફાર થયા જેના કારણે આ પરીસ્થિત નુ નિર્માણ થયુ તેનુ પોષ્ટમોર્ટમ કરીને નિકાલ લાવવો જરૂરી છે નહીતર સમય સાથે બધુ ભુલાઇ જશે અને કારણ સુધી પહોચી નહી શકાય ત્યારે મોરબીના રવાપર રોડ ના તમામ નાગરીકો વતી આપ સર્વે વહીવટી તંત્ર ને મારી નમ્ર અપીલ છે કે આ બાબતે ગંભિરતાથી લઇ અને યોગ્ય નિકાલ કરશો એવું નિલેશભાઈ જેતપરિયા એ પોતાની યાદીમાં જણાવેલ છે 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..