Back

મોરબી જિલ્લા મેલેરિયા સંકલન સમિતિની બેઠક મળશે...

મોરબી જિલ્લા મેલેરિયા સંકલન સમિતિની બેઠક ૨૦મી ઓગસ્ટના મળશે.

મોરબી જિલ્લા મેલેરિયા સંકલન સમિતિની બેઠક આગામી ૨૦ ઓગસ્ટના રોજ સાંજે ૪ વાગ્યે જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી છે. આ બેઠકમાં ગત વર્ષ અને ચાલુ વર્ષના વાહકજન્ય રોગો અંગેની સરખામણી અને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે આ ઉપરાંત મેલેરિયા મુક્ત અભિયાન ૨૦૨૨ અંતર્ગત વિવિધ ચર્ચા પણ કરાશે. આ સાથે જ TAAHO અને આઇ.આર.એસ. ના બીજા રાઉન્ડની કામગીરીના આયોજન બાબતે પણ નિર્ણયો લેવાશે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયા ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા સહિત અન્ય સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..