Back

મોરબીમાં શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ જીવોદોરી ટૂંકાવી

રીપોર્ટર :જનક રાજા, મોરબી

મોરબીના પીપળી રોડ ઉપર લેબર કવાર્ટર માં શ્રમિક યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

          આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ કવાંટ જી. છોટાઉદેપુર અને હાલ મોરબીના પીપળી રોડ ઉપર આવેલ કોરીયલ સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા જીગરકુમાર રમેશભાઈ રોહિત -જાતે અાદિવાસી (ઉ.૧૭)  નામના યુવાને કોઈ કારણોસર પોતાના કવાર્ટરમાં ગળેફાંસો ખાઈને મોતની સોડ તાણી લીધી હતી. પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે મૃતક યુવાનના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.



મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..