Back

મોરબી લઘુઉદ્યોગ ને બચાવવા ઉગ્ર રજુઆત કરાઈ

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા લાઠી પ્લોટના રહીશો, ઉદ્યોગકાર, દુકાનધારકો સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર ને લાઠી પ્લોટમાં વિવિધ સમસ્યાના મામલે રજુઆત કરવામાં આવી હતી.


જેમાં રજુઆતમાં લાઠી પ્લોટની હાલત નર્ક જેવી બની રહ્યી છે. વાંરવાર ઉદ્યોગકારો, દુકાનધારકો રહીશો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં કોઈ ગંભીર પ્રશ્નો મામલે કોઈ ધ્યાન દોરવામાં નથી આવતું જેથી લાઠી પ્લોટમાં ગંદા પાણીનો ભરાવો, અસંખ્ય ઉકરડાઓથી રોગચાળો ફાટી નીકળવાનો ભય શતાવી રહ્યો છે. સાથે ઉદ્યોગકારો અને દુકાનધારકોના ધંધામાં ગંદકીના કારણે માઠી અસર પડી છે. જેના કારણે લઘુઉદ્યોગ ભાંગી રહ્યા છે. જેના કારણે આજે આમ આદમી પાર્ટી સાથે લાઠી પ્લોટના રહીશો, ઉદ્યોગકારો, અને દુકાનધારકો નગરપાલિકા એ ઘસી ગયા હતા અને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..