Back

મોરબીના પિતાએ પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

મોરબી ઓદ્યોગિક નગરી શહેર જ્યાં એક તરફ સમૃદ્ધિની ઝાકમઝોળ જોવા મળે છે તો બીજી તરફ શહેરના અનેક ઝૂપડપટ્ટી વિસ્તારના લોકો બે ટાઈમની રોટી માટે તરવરતા જોવા મળે છે. ત્યારે ઉદ્યોગક્ષેત્રની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં હરફાળ ભરવા લાગ્યું છે. શહેરીજનો વિવિધ શુભ પ્રસંગોની ઉજવણી પશુ-પંક્ષીઓને ઘાસચારો અથવા તો નિરાધાર અને વંચિતો સાથે કરતા હોય છે. જેમાં આજે મોરબી બાબુભાઇ પરમારના દિકરાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

મોરબી શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમારના પુત્ર દિપ પરમારના આજે જન્મદિવસ નિમિત્તે ૧૨ વર્ષ પુર્ણ કરી ૧૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ હતો. આજે દિપના જન્મદિવસ નિમિત્તે મોરબીના સિવિલ હોસ્પીટલના દર્દીઓને ફ્રુટ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. સાથે દિપ પરમાર નાનપણથી જ હિમોફીલીયાનો દર્દી છે. અને તેમની સારવારના પેકેજ સમય સર ન આપવામાં આવે તો વિકલાંગતા અથવા તો ગંભીર સમસ્યા સર્જાય શકે છે. જેથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો તેમના પિતાએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમોને અતિ ખર્ચાળ ફેકટર જે વિદેશથી મંગાવીને અમોને મોરબી સિવિલ હોસ્પીટલમાં ફ્રી સારવાર આપવામાં આવે છે. સાથે આજે સારી સારવાર આપવા બદલ મોરબી સિવિલ હોસ્પીટલના ડોક્ટર દુધરેજીયા સુપ્રરીટેન્ડનું ફુલ હાર પહેરાવી સન્માન કરવામાં આવેલ હતું.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..