Back

મોરબીની ઐતિહાસિક ધરોહર માંગે છે સમાર કામ

મોરબી સૌરાષ્ટ્રના પેરિસ થી ઓળખાય છે પણ આ ઓળખાણ દિવસને દિવસે લુપ્ત થતી દેખાય છે વિવિધ ક્ષેત્રે પોતાની અલગ ઓળખાણ ધરાવતું મોરબી આજે અનેક બાબતો માં પાછળ જતું જઈ રહ્યું છે.

મોરબી રાજાશાહી વખતનો બનેલ ઝૂલતા પુલ દિવસને દિવસે જર્જરિત બનતો જાય છે જેના સમાર કામ ની જરૂર છે પણ ક્યારે થશે ? કોઈ દુર્ઘટના ઘટ્યા બાદ સમાર કામ થશે ? કે તે પહેલા મોરબી ગૌરવ સમાન આ ઝૂલતા પુલ પર રોજ ના હજારો પર્યટકો આવે છે 

ઝૂલતા પર આવેલ લોકો સાથે વાત કરતા લોકોએ ઝૂલતા પુલ અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી જેમાં લોકોના કહેવા અનુસાર હાલની પરિસ્થિતિ અનુસાર ઝૂલતા પુલ પર ના નીચેના અનેક પાટિયા જર્જરિત થઈ ગયા છે જે બદલાવાની જરૂર છે, એક મહિલા એ જણાવેલ કે અત્યારના સમયે પુલ પર નાના બાળકોને ફરવા લઇ જવામાં ભય લાગે છે અનેક લોકો ભયના કારણે પુલના અડધા રસ્તેથી જ પરત આવી જાય છે. જો આ રીતે મહિલાઓ ને પણ ભય લાગી રહી છે તો બીજા અન્ય વડીલોને પણ ભય જરૂર લાગતો હશે 

ઝૂલતા પુલ પર ના આ પ્રશ્નો નું ક્યારે નિરાવરણ થસે તે તો સમય જ જાણે પણ હાલ ની પરિસ્થિથી જોતા જો કોઈ સમાર કામ નઈ થાઈ તો આવનાર દિવસો માં દુર્ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ થશે ?

પર્યટકોમા આકર્ષણનું કેન્દ્ર બનેલ આ ઝૂલતા પુલનું તાત્કાલિક સમાર કામ કરવા લોકમાંગણી ઉઠી રહી છે 

દેવ સનાળિયા ૭૨૬૫ ૯૯૯ ૭૭૭

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..