Back

મોરબીના આર.સી.સી. રોડ બનાવવા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી નવા બસ સ્ટેન્ડ થી ભક્તિનગર સર્કલ સુધી આર.સી.સી. રોડ બનાવવા માટે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી.

મોરબી શહેરમાં આવેલ ત્રાજપર થી ભક્તિનગર સર્કલ સુધીનો રોડ આર એન્ડ બી સ્ટેટ હસ્તક હોય આ રોડ સાત વર્ષ અગાઉ બનેલ હોય હાલમાં આ રોડની પરિસ્થિતિ અતિ ખરાબ હોવાના કારણે વાહનચાલકો અત્યંત પરેશાન થાય છે. અને ટ્રાફિક જામ પણ થઇ જાય છે. આ રોજ નવા બસ સ્ટેન્ડ થી ભક્તિનગર સર્કલ સુધી આર.સી.સી રોડ બનાવવો જરૂરી છે. કારણ કે દર વર્ષે ચોમાસામાં આ રોડ તુટી જાય છે. અને સરકારની ગ્રાન્ટ વ્યર્થ જાય છે. તેમ જ લોકો પણ હેરાન પરેશાન થતાં હોય છે.

આ રોડ ઉપર ટુ-વ્હીલર, ફોર-વ્હીલરનો હેવી ટ્રાફીક હોય છે. તો આ રોડ નવા બસસ્ટેન્ડ થી ભક્તિનગર સર્કલ સુધી એટલે કે ફોરટ્રેક રોડ સુધી આર.સી.સી. રોડ બનાવવો અતી જરૂરી હોય તો વહેલી તકે આ રોડ બનાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..