Back

મોરબીની ઉમા વિદ્યા સંકુલમાં આપવામાં આવે છે પબ્લિક સ્પીકિંગ ટ્રેનિંગ

અહેવાલ - ભાવિક રૈયાણી

હાલ "બોલે તેના બોર વહેંચાય" ની કહેવત આપણે સાંભળતા હોઈ છીએ પરંતુ પબ્લિક સામે સ્પીચ રજુ કરવીએ લોઢાના ચણા ચાવવા બરાબર છે. આ સાથે આ પબ્લિક સ્પીકિંગ સામાન્ય રીતે કોલેજ લેવલના વિદ્યાર્થીઓને આ ટ્રેનિંગ આપવામાં આવે છે. પરંતુ આમ છતાં મોરબી 2 ની ખ્યાતનામ ઉમા વિદ્યા સંકુલમાં પ્રાથમિક શિક્ષણની સાથો સાથ પબ્લિક સ્પીકિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં બોલતી વખતે બોડીના હલચલ, ફેસના હાવભાવ, સ્પષ્ટ ઉચ્ચાર, સમય મેનેજમેન્ટ સહિતની તમામ બાબતો આવરી લઈ ગુજરાતના ખ્યાતનામ ટ્રેનર કુલદીપભાઈ જેઠલોજા દ્વારા આપવામાં આવે છે. આ સાથે કુલદીપભાઈના સ્વપ્ન મુજબ ઉમા વિદ્યા સંકુલના બાળકોને વકતુત્વ સ્પર્ધામાં નેશનલ કક્ષાએ ડંકો વગાડવા અંગેની વિચારણા વ્યક્ત કરી હતી..

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..