Back

મોરબીની નીમી રામાણીએ સ્વિમિંગ સ્પર્ધામાં દ્વિતિય નબંર પ્રાપ્ત કર્યો

અહેવાલ જયેશ બોખાણી 

મોરબી: હાલમાં યોજાયેલા ખેલ મહાકુંભમાં મોરબીની નીમી રામાણી સ્વિમિંગ સ્પર્ધામાં બીજો નબંર પ્રાપ્ત કર્યો. મોરબી જિલ્લા તથા રામાણી પરિવારનું નામ રોશન કર્યું હતું. મોરબી ક્રાંતિકારી સેનાના મેમ્બર નિશાંતભાઇ રામાણીની પુત્રી નીમી રામાણી જે ન્યુ એરા ગ્લોબલ સ્કુલમાં ધોરણ-૮ માં અભ્યાસ કરે છે. અને હાલમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લા ક્ષેત્રે દ્ધિતિય નબંર પ્રાપ્ત કરેલ હતો. અને હવે નીમી રામાણી રાજ્યલેવલે ભાગ તેવા તૈયારી કરી રહી છે. જિલ્લા લેવલે સ્થાન પ્રાપ્ત થતા સગા-સબંધી-સ્નેહીજનો તરફથી નીમી રામાણીને શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..