Back

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા દ્વારા રાત્રી સભાનું આયોજન કરાયું.

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ મોરબી ના માર્ગદર્શન હેઠળ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા દ્વારા ખાખરાળા ગામ મા રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.           

મોરબી તાલુકાના પ્રાથમિક  આરોગ્ય કેન્દ્ર ખાખરાળા ના મેડિકલ ઓફિસર ડો. સંજય જીવાણી દ્વારા  સરપંચ કમલેશભાઈ વડાવીયા ની હાજરીમાં  વધતા જતા ડેન્ગ્યુના કેશને કારણે ખાખરાળા ગામમાં ડેન્ગ્યુ વિશે તમામ ગ્રામજનોમા અવેરનેશ આવે તે માટે ખાખરાળા ગામમાં ડેન્ગ્યુ રોગ માટે જન- જાગૃતિ સેમિનાર બધા સ્ટાફ ને સાથે રાખીને ખાખરાળા ગામમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.                                 

જેમાં ડો.સંજય જીવાણી દ્વારા ડેન્ગ્યુ અને મેલેરિયા વિશે પ્રોજેક્ટરના માધ્યમથી વિડીયોઓ બતાવી અને ગામના લોકો સમજી શકે તેમ સામાન્ય ભાષાનો ઉપયોગ કરીને ડેન્ગ્યુ વિશે વિગતવાર સમજાવવામાં આવેલ હતું. જેમાં લાઈવ ડેન્ગ્યુ મચ્છર ના ઇંડા-લાર્વા-પ્યુપા અને પ્યુપા માંથી બની ગયેલા મચ્છર પણ બતાવવામાં આવ્યા હતા. અને લોકો દ્વારા પણ પુરતો સહયોગ આપવા માટે અપિલ કરેલ.

આ જોઈ ને ખાખરાળા ગામના લોકો એ સંપૂર્ણ સમજણ મળી અને હવે પછી ક્યારેય અમારા ઘરમાં આવા પોરા જોવા મળશે તો તેનો નાશ કરશુ અને અવાવરૂ પાણી ભરાયેલ ન રે તેની તાબેદારી રાખશું તેવું પણ કહેવામાં આવ્યું હતું. 

પ્રા. આ. કેન્દ્ર ખાખરાળા વિસ્તારમાં આવેલ તમામ ગામોમાં પણ પોતાના તમામ કર્મચારીઓ દ્વારા દરેક ગામમાં ડેન્ગ્યુ અટકાયતી કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે તેવું પણ જણાવવામાં આવેલ હતું.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..