Back

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખની ડાયરેકટ ચૂંટણી કરવા રજૂઆત.

ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચની ચૂંટણી ડાયરેકટ થાય છે એટલે કે ગામના સરપંચ ગામ લોકો ડાયરેકટ ચુંટે છે અને સભ્યોને અલગથી ચુંટે છે. ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો સરપંચ ચુંટી શકતા નથી.

જેથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્ર્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ મુખ્ય ચૂંટણી કમીશનર પાસે માંગણી કરવામાં આવી છે કે,આ ચૂંટણી વ્યવસ્થા મુજબ અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેમ કે નગરપાલિકા, કોર્પોરેશન, જીલ્લાપંચાયત, તાલુકાપંચાયત, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, જીલ્લા સંઘ કોઓપરેટીવ સોસાયટી, જીલ્લા કોઓપરેટીવ બેંક અન્ય કોઓપરેટીવ બેંક વગેરેમાં પણ મતદારો દ્વારા ડાયરેકટ પ્રમુખ ચૂંટાઈ શકે તેવી ચૂંટણી વ્યવસ્થા કરવાની જરૂર છે.

આમ કરવાથી હાલમાં મ્યુનીસીપાલટીમાં કાઉન્સીલર, કોર્પોરેશનના કોર્પોરેટર, તાલુકા-જીલ્લા પંચાયતના સદસ્યો, બજાર સમિતિના ડાયરેકટરો વગેરેની પ્રમુખ ની ચુંટણી બાબતે જે લે વેચ થાય છે અને ભ્રષ્ટાચાર દ્વારા જે વધારે લે વેચ કરી શકે, તેવા લોકો આવા પદ ઉપર બેસી જાય છે, તેમજ પોતે ભ્રષ્ટાચારથી હોદો મેળવ્યા પછી વધુ ભ્રષ્ટાચાર કરે છે, આ પ્રવૃત્તિને રોક લાગશે. લોકો દ્વારા ડાયરેકટ ચૂંટણી થવાથી લાયક વ્યક્તિઓ આવા હોદ્દાઓ પર આવશે. સમાજ અને લોકોના સારા કામો થશે. લોકોની સુખાકારી વધશે. ચૂંટાયેલા લોકો પણ પોતાની સ્વચ્છ છબી રાખવા માટે સારા કામો કરશે.

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..