Back

માળીયા(મીં) માં લોકોને વિવિધ સુવિધાઓ આપવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં આવેલ માળીયા શહેરમાં ઘણી બધી સુવિધાઓનો અભાવ છે. માળીયા તાલુકો વર્ષોથી સરકારની ઉપેક્ષાનો ભોગ બનેલો છે. તાલુકામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.  જે નીચે મુજબ જણાવેલ છે. (૧) માળીયા(મી.)માં આજથી બત્રીસ વર્ષ પહેલાનું મોટું બસ સ્ટેશન હતું જે ભૂકંપમાં તારાજ થયેલ છે. ત્યારબાદ બસ સ્ટેશન બનનાવવા બાબતે કોઈ કામ થયેલ નથી તો આ બાબતે યોગ્ય કરાવવા (૨) માળીયામાં હોસ્પિટલ તો આવેલ છે પરંતુ તેમાં સુવિધાઓનો અભાવ છેતેમજ રેગ્યુલર જે ડોક્ટરો હોવા જોઈએ તેની નિમણૂંક કરવામાં આવતી નથી. જેથી લોકો પરેશાન થાય છે. (માળીયા શહેરમાં ભૂગર્ભ ગટરની કોઈ વ્યવસ્થા નથી તો ભુગર્ભ ગટર બનાવવા માટે યોગ્ય કરવા (૪) માળીયા નગરપાલિકામાં કાયમી સારા ચીફ ઓફિસર તેમજ અન્ય સ્ટાફ નથી. તો તેઓની નિમણૂંક તાત્કાલિક કરવા (૫) માળીયા નગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. તો રોડ રસ્તાઓ સારા બને તેવું આયોજન કરવા (૬) માળીયા શહેરમાં ખુબ જ ગંદકી ફેલાયેલી છે તો સફાઈ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા (૭) માળીયા શહેરમાં પીવાના પાણીની સુવિધામાં સુધારો કરવા (૮) માળીયામાં તાલુકાપંચાયતની કચેરી બિસ્માર હાલતમાં છે. તો તાત્કાલિક નવી કચેરી બનાવવા યોગ્ય આદેશો કરવા (૯) માળીયા(મી.)માં બેન્કોની સુવિધામાં વધારો કરવા (૧૦) માળીયા(મી.) દર વર્ષે શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાય જાય છે. તો તેની યોગ્ય વ્યવસ્થા કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન ના જનરલ સેક્રેટરી કાંતીલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરાઇ છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..