Back

“વ્હાલી દિકરી ની વ્હાલી માતા” સન્માન સમારોહ યોજાયો.

મોરબીની ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા પ્રેરણાદાયી કાર્ય હાથ ધરાયુ હતું. જેમાં આ સંસ્થાની સિલ્વર જ્યૂબેલીની ઉજવણીના ભાગ રૂપે સ્ત્રી સશક્તિકરણની દિશામાં આવકાર દાયી કદમ ઉઠાવીને ફક્ત દીકરીઓ ધરાવતી ૩૧ માતાઓનું ગરિમા પૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું અને સંસ્થાઓના સભ્યોએ આ માતાઓની ગરીબ દીકરીઓને દત્તક લઈને તેમના ભણવા ગણવા અને લગ્ન સુધીનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી હતી.

મોરબીની ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા દીકરો અને દીકરી એક સમાન હોવાનો મેસેજ સમાજ સુધી સકારાત્મક રીતે સમાજ સુધી પહોંચડાવના આશય સાથે પ્રેરણાદાયી કાર્ય હાથ ધરાયુ હતું.જેમાં ઇન્ડીયન લાયન્સ કબલના ૨૫ વર્ષ નિમિતે સિલ્વર જ્યુબેલીની ઉજવણી ખરા અર્થે સાર્થક કરવા માટે ફક્ત દીકરીઓ ધરાવતી માતાઓના સન્માન સમારોહનું મોરબીના લોહાણા વિધાર્થી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, રામજીભાઈ રબારી, પોપટભાઈ કગથરા, શિવલાલ ઓગણજા, ભુપતભાઇ રવેંશિયા, ઘોઘુભાઈ કારીયા,બી.કે.લહેરુ,ભાવેશભાઈ શાહ, જ્યોતિસિંહ જાડેજા, ટી.ડી.પટેલ, બંસીભાઈ, જે.પી.જેસવાણી, રઘુભા ઝાલા,મનજીભાઈ સહિતના દરેક ક્ષેત્રેના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આ મહાનુભવોના હસ્તે ફક્ત દીકરીઓ ધરાવતી ૩૧ માતાઓનું ગૌરવરૂપ સન્માન કરવામાં આવ્યું હતું.સાથોસાથ સમાજ સેવા માટે ખરા અર્થમાં યોગદાન આપનાર સેવભવીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવેશભાઈ દોશી,હર્ષદભાઈ ગામી સહિતના આ સંસ્થાના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.

 

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..