Back

રૂ. ૩.૨૦ કરોડનો રોડ મંજૂર કરાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

માળીયા (મીં) નેશનલ હાઇવેથી લાખીયસર હંજીયાસરનો રૂ. ૩.૨૦ કરોડનો રોડ મંજૂર કરાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માળીયા (મીં) નેશનલ હાઇવેથી લાખીયસર – હંજીયાસરનો જે રસ્તો ખુબજ તૂટી – ફૂટી ગયો હતો તે રસ્તાનું નવીનીકરણ કરવા માટે માર્ગ – મકાન વિભાગના ક્ષેત્રિય ઈજનેરથી લઈને મુખ્ય ઈજનેર સુધી વખતો વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરીને આ રસ્તો તાત્કાલિક મંજૂર કરવા માગણી કરી હતી.

ધારાસભ્ય એ તા. ૧૫.૧૦.૨૦૧૯ ના રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને રૂબરૂ મળીને આ લાંબા સમયની માંગણી તુરંતજ મંજૂર કરવા ભારપૂર્વક માંગણી કરી હતી. તેના પરિપાકરૂપે રૂ. ૩.૨૦ કરોડના ખર્ચે આ માળીયા (મીં) નેશનલ હાઇવેથી લાખીયસર – હંજીયાસરનો રસ્તો નાળા, પુલિયાના કામ સાથે મજબૂતાઈથી નવીનીકરણ કરવામાં ધારાસભ્ય બ્રિજેશ મેરજની જહેમત લેખે લાગી છે. આમ, આ વિસ્તારના અતિ પછાત લોકો રસ્તાની સુવિધાથી લાંબા સમયથી વંચિત હતા તેમને હવે મજબૂત અને ટકાઉ ડામર રોડ મળશે. જેને લીધે મીઠા ઉધ્યોગ અને મત્સ્ય ઉધ્યોગના વાહનોના હેરાફેરી માટે પણ આ રસ્તો ખુબજ ઉપયોગી બનશે. વધુમાં બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે કે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પંચોટિયા તથા અગ્રણી દુલાભાઈ ને સાથે રાખીને નેશનલ હાઇવેથી લક્ષ્મીનગરનો ૩૨ લાખના ખર્ચે રસ્તો ઉપલબ્ધ કરાવવાની માંગણી દ્વારા આ રસ્તાના નવીનીકરણ થવાના દ્વાર પણ ખૂલ્યા છે. આમ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા સતત સક્રિય રહીને લોકોને યોગ્ય પ્રકારની સુવિધાઓ મળે તે માટે મથી રહ્યા છે. જેના ફળ સ્વરૂપે આ ૩.૨૦ કરોડનો રસ્તો મંજૂર કરાવવામાં સફળતા મળી છે.

 

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..