Back

સખી વનસ્ટોપ સેન્ટર દ્વારા મધ્યપ્રદેશથી આવેલ મહિલાને પોતાના ઘરે પરત મોકલી.

મોરબી ખાતે સખી વનસ્ટોપ સેન્ટર દ્વારા મધ્યપ્રદેશથી આવેલ મહિલાને પોતાના ઘરે પરત મોકલી.

મહિલા મધ્યપ્રદેશના સતના જિલ્લાના બંજારી તાલુકા માંથી ઘરેથી ઝઘડો થતાં મહિલા બસ દ્વારા ચોટીલા બાઉન્ડ્રી સુધી આવી ગયેલ. મહિલા માટે તદ્દન નવી જગ્યા હતી. જેથી કોઈ માહિતીગાર વ્યક્તિએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન માં ફોન લગાવેલ. એ રાતના સમયે ૧:૩૦ વાગ્યે તારીખ ૨૮//૭/૧૯ ના રોજ મોરબી સખી વન સ્ટોપ ઉપર આવેલ હતા. ત્યારે મહિલા ડિપ્રેશનમાં ગભરાયેલા હતા. મહિલાની હાલત જોઈને તેમને પ્રાથમિક સારવાર આપેલ. ગભરાયેલા હોવાથી બોલી શક્યા નહીં.

મોરબી સખી વન સ્ટોપ દ્વારા મહિલાને આશ્રય આપેલ તેમને જમવાનું નાસ્તો દૂધ જેવી સુવિધા પુરી પાડેલ. અનુકૂળ વાતાવરણ આપવામાં આવેલ. ત્યારબાદ સખી વન સ્ટોપ ના તમામ સ્ટાફે કાઉન્સલીંગ કરેલ. તેની સાથે કરેલ વિગતની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવેલ. તેમને બતાવેલ કે મારો જિલ્લો સતના છે. ત્યાર બાદ ગૂગલમાં સર્ચ કરી પોલીસ સ્ટેશનની વિગતવાર માહિતી મેળવી પાંચ દિવસ પછી તમામ હકીકત જણાવી પરંતુ તે બોલે તે સમજવું મુશ્કેલ હતું. તેથી સતના જિલ્લાના પોલીસની મદદ લઈને તેમનો તાલુકો અને ક્યાં મોહલ્લામાંથી આવે છે. તેની જાણકારી મેળવી. પોલીસે ઘરની શોધખોળ કરી તેમના ભાઈ સાથે વાત કરાવેલ. બે દિવસ પછી એમના ભાઈ મોરબી નું એડ્રેસ લઈને સખી વન સ્ટોપ સેન્ટર વીસી ફાટક એ પહોંચ્યા. સખી વન સ્ટોપ સેન્ટર નો સંપર્ક સાધ્યો તેમના ભાઈ ના ડોક્યુમેન્ટ તપાસી પૂરી વિગત મેળવી. ત્યારબાદ મહિલાનો કબજો સોંપ્યો.

મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી શૈલેષ અંબારીયા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરને માર્ગદર્શન આપવામાં આવે છે. સખી  વન સ્ટોપ સેન્ટર ના કેન્દ્ર સંચાલક રશીદાબેન પરમાર, કોમલબેન ગોસાઈ, અફસાના બેન તથા એન.જી.ઓ. પ્રવિણાબેન પંડ્યાનો તમામ સ્ટાફ નો મહિલાએ ખૂબ જ આભાર માન્યો હતો.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..