Back

સતવારા સમાજ મોરબીનું ગૌરવ... વાલજી ડાભી સતવારા

બ્લેક બેલ્ટ કરાટે ચેમ્પીયન

વાલજીભાઇ ડાભી હાલ મોરબી સતવારા સમાજમાં સૌથી પહેલા કરાટે બ્લેક બેલ્ટ (1st Sho dan & 2nd Ni Dan) ચેમ્પીયન થયા છે. અને હાલ તેઓ વિનય કરાટે એકેડમી ચલાવી રહ્યા છે. સાથે નિર્મલ વિદ્યાલયમાં પણ કોચીંગ આપી રહ્યા છે. તેમજ વિનય કરાટે એકેડમી દ્વારા નિ:શુલ્ક સેલ્ફ ડિફેન્સ તાલીમનું મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ ખ્યાતનામ શાળા શ્રી નિલકંઠ વિદ્યાલયમા આયોજન કરેલ છે. જે ૧૭-૩-૨૦૧૯ થી ૧૨-૫-૨૦૧૯ દર શનિવારે બપોરે ૪:૪૫ થી ૬:૧૫ અને રવિવારે  સવારે ૯:૩૦ થી ૧૧:૦૦ સુધી નિ:શુલ્ક તાલીમ આપી રહ્યા છે.

જે મોરબી માં સૌ પ્રથમવાર છે. તેમજ હાલ મોરબીમાં તેમના ૩ ત્રણ કરાટે ક્લાસીસ ચાલુ છે. ઇંટરનેશનલ કરાટે શોતોકન કપ ૨૦૧૯ અંતરગત ૩ ફેબ્રુઆરીએ INTERNATIONAL SHOTOKAN KARATE DO ORGANIZATION (I.S.K.O.).  ઉપરોક્ત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાં મોરબી વિનય કરાટે એકેડમીના ૮ આઠ બાળકો ભાગ લીધો હતો જેમાં મુંબઇ અંધેરી સ્થીત સ્પોર્ટ સ્ટેડીયમમાં આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પીયનશીપ યોજાઇ જેમાં ૫ ગોલ્ડ ૫ સિલ્વર અને ૪ બ્રોન્ઝ, કુમીતે અને કાતા ઇવેન્ટ બન્નેમાં મળીને કુલ ૧૪ મેડલ મેળવેલ તે બદલ પણ બધા બાળકો અને વાલજીભાઇ ડાભીને ખુબ ખુબ અભીનંદન..

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..