Back

"વનવગડાની વનસ્પતિ " પુસ્તક પ્રકાશિત થયું

મોરબીના લેખકની કલમે પર્યાવરણ અને આયુર્વેદમાં રસ ધરાવનાર માટે એક સરસ પુસ્તક. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠથી શિક્ષિત અને મૂળ ચકમપર (મોરબી) ના વતની ભાઈ શ્રી પ્રાણજીવન કાલરીયા દ્વારા લિખિત પુસ્તક "વનવગડાની વનસ્પતિ " વિદ્યાર્થી, આયુર્વેદનાં સાધકો સંશોધકો અને પર્યાવરણ પ્રેમીઓને ગમે એવુ કલરફુલ પુસ્તક તાજેતરમાં પ્રકાશિત થયું છે.મોરબી માટે ગૌરવની વાત છે કે આ જ લેખકે અગાઉ 'ગોપાલન', 'ગૌમાતા' અને 'તપોવન ચિત્રકૂટ' એમ ત્રણ પુસ્તકો આપ્યા છે લગભગ 150 જેટલી વનસ્પતિઓની ઓળખ સાથેનું આ પુસ્તક ખરીદવા માટે લેખક પ્રાણજીવન કાલરિયાનો સંપર્ક મોબાઈલ નમ્બર 9426232400 પર  કરી શકો છો

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..