Back

સાઉદી અરેબીયા દ્વારા એન્ટીડંમ્પીંગ લગાવતા સિરામિક ને માઠી અસર

સિરામીક ઉધોગ ઉપર આવતી એક પછી એક મુસીબતો મા નવી સાઉદી અરેબીયા દ્વારા એન્ટીડંમ્પીંગ મા ચાના કરતા ૨૦% વધુ ડયુટી નાખવાનુ નકકી થતા જ મોરબી ના સિરામીક ઉધોગ નો મૃત્યુઘંટ અને સાથોસાથ મોરબી ના અર્થતંત્ર ની કમર તોડી નાંખશે

સાઉદી અરેબિયા દ્વારા ગલ્ફ ના દેશો માં એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લગાવવા માટેના ડ્યૂટી ની ટકાવારી જે સામે આવી છે તે મોરબી ના સીરામીક ઉધોગ માટે મૃત્યુઘંટ સમાન છે .

ચાઇના ની બે ત્રણ કંપની ને બાદ કરતા ચાઇના ઉપર 23.5%  તેમજ ભારત ની ત્રણ કંપની ને બાદ કરતા 42.9% ડ્યૂટી જે કંપની એ ફાઈલ કરેલ તેમના ઉપર લાગશે એટલે કે 20% વધુ ડ્યૂટી ભારત ની ટાઇલ્સ ઉપર લાગશે એટલે ભારત માં થી ફક્ત એક જ કંપની એક્સપોર્ટ કરી શકે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે ત્યારે મોરબી થી 30% થી વધુ એક્સપોર્ટ ગલ્ફ ના દેશો માં થાય છે ત્યારે મોરબી ના સીરામીક ઉદ્યોગ નો મૃત્યુઘંટ તો વાગશે સાથોસાથ મોરબી ના અર્થતંત્ર માં પણ એની વરવી અસર થશે .

આગામી ૧૦ તારીખ સુધીમાં આ બાબતે કઈ પણ તકલીફ  હોય તો ગલ્ફ ના દેશો માં જે તે વિભાગો માં આપણી રજુઆત કરી શકીયે તેમ છીએ ત્યારે જોવાનું રહ્યું કે આ ઉદ્યોગ ને બચાવવા માટે કાયદાકીય રસ્તા તો લગભગ બંધ જેવા છે ત્યારે સરકાર દ્વારા તેમની સાઉદી અરેબિયા ની સરકાર સાથે વાટાઘાટો કરી ને રસ્તો નીકળે નહીંતર આ ઉદ્યોગ મુસીબત માં તો છે ત્યારે આ નવી પીડા આવતા આ ઉદ્યોગ ની હાલત ભયંકર થશે .

તાજેતર માં જ નામદાર એનજીટી કોર્ટ ના આદેશ અનુસાર કોલગેસ બંધ થયા અને ત્યારબાદ ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરોડો નો દંડ માટે ના પત્રો આપેલ છે ત્યારે આ ઉદ્યોગ ની માઠી બેઠી હોય તેમ એક પછી એક આવી પીડા આવતી રહે છે ત્યારે મોરબી ના ઉદ્યોગકારો ની આ પીડા સાથે સરકાર પાસે અપેક્ષા ની એક મીટ રાખીને ઉદ્યોગકારો બેઠા છે ત્યારે આ ઉદ્યોગ તેમજ મોરબી ને બચાવવા માટે પગલાં સરકાર ભરે તેવી આશા ઉદ્યોગકારો રાખી રહ્યા છે .

મોરબી ના તમામ રાજકીય આગેવાનો , તેમજ સામાજિક જીવનના જોડાયેલા લોકો , અને પ્રતિષ્ઠિત અને પ્રબુદ્ધ નાગરિકો પણ ઉદ્યોગ અને મોરબી ને બચાવવા સહયોગ કરે તેવી આશા સીરામીક ઉદ્યોગ સેવી રહ્યો છે . અંતમાં મોરબી જિલ્લા નો વિકાસ સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ હોય તમામ લોકો આશા રાખે છે મોરબી નો સીરામીક ઉદ્યોગ બચે અને તોને  તો  જ  મોરબી નું અર્થતંત્ર બચશે ..હવે જોવાનું રહ્યુ કે આ ઉદ્યોગ ને બચાવવા સરકાર દ્વારા શુ પગલા ભરવામા આવે છે તેની મીટ મોરબી ના ઉધોગકારો રાખી રહ્યા છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..