Back

હિન્દુ-મુસ્લીમ એકતા છબીલ કમિટી લાયન્સનગર દ્વારા છબીલનું આયોજન કરાયું.

હિન્દુ-મુસ્લીમ એકતા છબીલ કમિટી લાયન્સનગર દ્વારા છબીલનું આયોજન કરાયું.

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સ નગરમાં હિન્દુ-મુસ્લીમ એકતા છબીલ કમિટી ના સદામભાઈ બુખારી દ્વારા ઇમામ હુશેનની યાદમાં છેલ્લા ઘણા વર્ષો થયા મેઇનરોડ ઉપર કિસ્મત ડીલક્ષની પાસે દરવર્ષની જેમ આ વર્ષે પણ આ છબીલનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરવર્ષની જેમ છબીલમાં અંદર ઠંડાપીણા,દૂધ, ગરમ નાસ્તો તથા પ્રસાદ આપવામાં આવે છે. જેમાં ગઈ કાલે ભૂંગડા-બટાટા નો નાસ્તો તથા સરબત આપવામાં આવેલ. જેમાં ઘણા બધા ભાઈઓ-બહેનોએ તેનો લાભ લીધેલ. આ છબીલમાં કોઈ ભેદભાવ રાખવામા આવતો નથી.

આ છબીલમાં કિસ્મત ડીલક્ષના બેનાબેન કાસમાણી, સર્ફરાજ કાસમાણી,શાહરૂખ કાસમાણી તથા સદસ્યો ઘણી જહેમત ઉઠાવે છે.

અહેવાલ ચિરાગ મકવાણા 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..