Back

કચ્છના રાપર મધ્યે અનુસુચિત જાતિનું ઐતિહાસિક મહા સંમેલન યોજાયું

કચ્છ: રાપરમાં અનુસુચિત જાતિ મહા સંમેલન સમિતિ તેમજ સહયોગી સંગઠનો દ્વારા ૮ ડિસેમ્બર ને રવિવારે રોજ રાપર હેલીપેડ વિસ્તાર મધ્યે અનુસુચિત જાતિનું ઐતિહાસિક મહા સંમેલન યોજાયું હતું. જે વાડા તોડો સમાજ જોડોના ઉદેશ્ય સાથે તેમજ સમગ્ર અનુસુચિત જાતિ સમાજ ને એક તાંતણે બાંધી આ  ભવ્ય મહા સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં સવારે નવ કલાકે બાળાઓ દ્વારા સ્વાગત ગીત સાથે પધારેલ મહેમાનોનુ સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સમાજના વડિલો દ્વારા દિપ પ્રાગટય કરીને આ મહા સંમેલનને ખુલ્લું મુકાયા બાદ સમાજના આગેવાનો દ્વારા વક્તવ્ય આપી વિચારો રજૂ કરાયા હતા. 

જેમાં મુખ્ય ભાર શિક્ષણમાં મુકાયો હતો. બપોર બાદ રાપર તાલુકાના પ્રસાશનના રહેલ અનુચિત જાતિના પ્રતિનિધિઓનુ સન્માન કરાયું હતું. સંમેલન સંપુર્ણપણે બિન રાજ્યકિય હતું. સંમેલનને સફળ બનાવા  છેલ્લા એક મહિનાથી રાપર, ગાંધીધામ તાલુકા સહિત પુરજોશમાં તૈયારીઓ કરાઈ હતી. જેથી સંમેલનમાં અનુસુચિત જાતિના સરકારી કર્મચારીઓ,વકીલો, સામાજિક આગેવાનો, યુવાઓ, વિધાર્થીઓ તેમજ મહિલાઓ સહિત હજારોની જન મેદની ઉમટી પડી હતી. સંમેલન પંડાલ  પ્રવેશમા બહુજન મહાપુરુષોની થીમો એ આકર્ષક જમાવ્યુ હતુ. આખો દિવસ વિવિધ કાર્યક્રમો બાદ રાત્રે ભીમ ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં બહુજન સાહિત્યકાર વિશન કાથડ દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકર તેમજ બહુજન મહાપુરુષોના જીવન સંઘર્ષો વિશે સાહિત્ય રજુ કરાયુ હતું.

આ તકે આયોજક અનુસૂચિત જાતિ મહાસંમેલન સમિતિ તેમજ સહયોગી સંગઠનો શ્રી વાગડ ચોવીસી ગુર્જર મેધવંશી સમાજ સુધારણા સંગઠન, પ્રાથંળ વિસ્તાર મેધવાળ સમાજ , અનુસુચિત જાતિ શિક્ષક મંડળ-રાપર, બહુજન ચેરીટેબલ ટ્રસ્ટ-રાપર, સમસ્ત રાપર તાલુકા મેધવાળ સમાજ સેવા ટ્રસ્ટ, સ્વાભિમાની યુથ, મેધવંશી યુવા ગ્રુપ-રાપર, ફુલે શાહુ યુવા ગ્રુપ-ચીત્રોડ, ડો.આંબેડકર યુવા ગ્રુપ- રાપર તાલુકા બાદરગઢ યુનિટ, ગાંધીધામ કોમ્પલેક્સ રાપર તાલુકા ગુર્જર મેધવાળ સમાજ-ગાંધીધામ, તેમજ અનુસુચિત જાતિ મહા સંમેલન સમિતિ દ્વારા આ ઐતિહાસિક મહા સંમેલન ને સફળ બનાવવા સાથ સહકાર આપનાર સમસ્ત અનુસુચિત જાતિ સમાજના લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો. તેમ અનુસૂચિત જાતિ મહાસંમેલન સમિતિના સંસ્થાપક સદસ્ય અશોકભાઇ રાઠોડની યાદીમાં જણાવ્યું હતું.

રાપર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..