Back

ડોક્યુમેન્ટરી વર્કના બેતાઝ બાદશાહ દિપકભાઈ દેત્રોજાનો આજે જન્મદિવસ,

અહેવાલ - ભાવિક રૈયાણી

મૂળ માણેકવાડાના રહેવાસી હાલ નવલખી રોડ પર આવેલ કુબેરનગર સોસાયટીમાં વસવાટ કરતા દિપકભાઈ દેત્રોજાનો જન્મ સામાન્ય ખેડૂત પરિવારને ત્યાં થયો હતો. નાનપણથી પિતાની સાથે સાથે ખેતીકામ કરવાનો તેમનો શોખ હતો. પરંતુ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતા આ સાથે સાથે બીજાની મદદ કરવામાં હર હંમેશ તૈયાર, લાગણીશીલ સ્વભાવના તથા એક સ્પષ્ટ વક્તા છે.આ સાથે તેઓ ઘણી સામાજિક પ્રવૃતિઓ સાથે પણ સંકળાયેલા છે જેમાં લાયન્સ ક્લબ મોરબી સીટીના સભ્ય પણ છે. તેમને M.A.B.P.Ed. નો અભ્યાસ પૂર્ણ કરી મોરબીની સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં સેવા શરૂ કરી હતી. આ સાથે તેઓ આ શૈક્ષણિક ક્ષેત્રમાં છેલ્લા 18 વર્ષથી સતત કાર્યરત છે. હાલ તેઓ મોરબી - 2 વિસ્તારની ઉમા વિદ્યા સંકુલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. 

આજરોજ તેઓ 40 વર્ષ પૂર્ણ કરી 41 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓને સોસીયલ મીડિયા, વોટ્સ એપ તથા તેમના નંબર 9979019579 પર મિત્રો, શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દિપકભાઈ દેત્રોજાને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે...

વાત્સલ્ય ન્યુઝ પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..