Back

મોરબી સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા વિદ્યાથી સન્માન સમારોહ યોજાયો

અહેવાલ જયેશ બોખાણી

મોરબી સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા ગૌશાળા રોડ મોરબી ખાતે ૨૯ મો શ્રી સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ૨૦૯ વિદ્યાથીઓને  શૈક્ષણિક કીટ રૂપે, ભાગપેટ્ટી નોટબુકો, વગેરે વિતરણ કરવામાં આવેલ હતા. ૪૫ વિદ્યાથી જે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ તેમને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. તેમજ યુવક મંડળ તરફથી ૨૫૦૦ રોકડ પુરસ્કાર આપવમાં આવેલ હતો.

આ તકે મુખ્ય મહેમાન તરીકે ડે.કલેકટર અનીલ કે.ગૌસ્વામી, રામધન આશ્રમના મહંતશ્રી ભાવેશ્વરીબેન, મહંત શાંતિગીરી બાપુ, ભરતભાઇ જારીયા નગરપાલિકા સદસ્ય, ડો.જયદિપપુરી એમ.ગોસાઇ સિવિલ હોસ્પીટલ વાંકાનેર, ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિમલેશભાઇ ગૌસ્વામીએ પ્રાસંગિક પ્રવચન આપેલ હતું.

વિદ્યાથી સન્માન સમારોહના આયોજક ગૌસ્વામી સમાજ કારોબારી મંડળના પ્રમુખ ગુલાબગીરી ગૌસ્વામી, ઉપપ્રમુખ હસંગીરીભાઇ ગૌસ્વામીની મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવી સફળ બનાવેલ હતો. કાર્યક્રમના અંતમા વિજયગીરી ગોસાઇએ આભારવિતિ વ્યક્ત કરેલ તેમજ આ તકે બહોળી સંખ્યામાં સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ ઉપસ્થિત રહેલ હતો.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..