Back

મોટા કોઠાસણા ગામે અનુ.જાતિના યુવકને મૂછો કઢાવી શા માટે માફી મંગાવી જાણો ?

મહેસાણા: ગુજરાતમાં ફરી એકવાર મૂછો પર વિવાદ જોવા મળ્યો છે. જેમાં મહેસાણાના સતલાસણા તાલુકાના મોટા કોઠાસણા ગામના અનુસુચિત જાતિના યુવકે ટીકટોક પર મુછો ફેરવતો વિડિયો મુકતા ગામના જ સાત યુવકોએ તેની મુછો કઢાવી માર માર્યા હોવાની ફરિયાદ સતલાસણા પોલીસ મંથકે નોંધાવામાં આવી છે.

જાણવા મળતી પ્રાપ્ત વિગતો મુજબ મોટા કોઠાસણા ગામના અનુસુચિત.જાતિના સંજય રણછોડભાઈ પરમાર નામના યુવકે ટીકટોક પર લોકગાયિકા ગીતા રબારીના રાણા તો ફરવાના ગીત સાથે તેનો મૂછો ફેરવતો વિડીયો મુક્યો હતો. જે વાયરલ થતાં ગામના યુવકો પાસે આવ્યો હતો જેથી તેની મુછો ઉતરાવી કેટલાક યુવકોએ માર માર્યો હતો. ઘટનાની જાણ થતા સતલાસણા પોલીસનો કાફલો ગામે દોડી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે. અને પોલીસે સાત જણા વિરૂધ રાયોટિંગ મારામારી એટ્રોસીટી તેમજ આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..