Back

મોરબી જિલ્લામાં ક્ષય નિદાન માટેX-RAY મોબાઈલ વાન હાઈરિસ્ક વિસ્તારોમાં ભ્રમણ કરશે.

ટીબી મુક્ત ભારતઅભિયાન ૨૦૨૫ અંતર્ગત ટીબીનું વહેલું અને ઝડપી નિદાન થઈ શકે તે હેતુથી મોરબી જીલ્લામાં તા. ૧૫/૧૧/૨૦૧૯ થી૨૨/૧૧/૨૦૧૯ સુધી એક્સ-રે વાન ફાળવવામાં આવેલ છે

        જે અંતર્ગત  તા.૧૫/૧૧/૨૦૧૯ ના રોજ PHC ટીકર(રણ) ખાતેથી આ વાન નું દિપ પ્રાગટ્ય કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવેલ છે.

X–RAY મોબાઇલ વાન હળવદ તથા માળીયા(મી.) તાલુકાનાં હાઈરિસ્ક ગામોમાં જઈ શંકાસ્પદ ટીબી દર્દીનુ X-RAY તપાસ દ્વારા  નિદાન કરવામાં આવશે તથા આપણાં મોરબી જિલ્લાને ટીબી મુક્ત બનાવવાંમાં મદદરૂપ થશે જેનો બહોળા પ્રમાણમા લાભલેવા લોકોને આરોગ્ય તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે.

કોઈ પણ વ્યક્તિને કે જેને બે અઠવાડીયા કે તેથી વધુ સમયની ખાસી , તાવ ,વજનમાં ઘટાડો, ગળફામાં લોહી પડવા જેવી તકલીફ હોય તે તમામ વ્યક્તિ આ X-RAY વાનનો લાભ લઈ ટીબીનું નિદાન કરાવી શકે છે.

        આ X–RAY મોબાઇલ વાન હવે તા.૧૮/૧૧/૨૦૧૯ ના રોજ હળવદ તાલુકાના માથક અને તા.૧૯/૧૧/૨૦૧૯ રોજ રણછોડગઢ, સરંભડા ખાતે જ્યારે માળીયા(મી.) તાલુકામાં તા.૨૦/૧૧/૨૦૧૯ રોજ માળીયા,જાજાસર,મોટીબરાર, તા.૨૧/૧૧/૨૦૧૯ ના રોજ ખાખરેચી, કાજરડા, નવા હંજીયાસર,જુના હંજીયાસર અને તા.૨૨/૧૧/૨૦૧૯ રોજ મોટા દહીસરા, વવાણીયા, બગસરા, મોટાભેલા ખાતે ઉપસ્થિત રહેનાર હોઈ તેનો લાભ લેવા જિલ્લા ક્ષય અધિકારી, જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબીની યાદીમાં જણાવવામાં આવે છે. 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..