Back

સાહિત્ય પ્રેમીઓ દ્વારા પુસ્તક માટે અનેરો ઉત્સાહ

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે  મોરબી રોટરી  ક્લબ  દ્વારા રોટરી રીડર્સ ક્લબ નું આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિના ના બીજા રવિવારે ત્યા સુંદર આયોજન કરવામાં આવે છે. મોરબી ની  સાહિત્ય પ્રેમી  લોકો  પુસ્તકો લેવા માટે આવ્યા હતા. મોરબીના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા , સાહિત્ય પ્રેમી અને સંગીત પ્રેમી  હંસરાજભાઈ ગામી, ભાવિભાઈ  રાવલ  અને  મોરબી ના  યુવા કવિ  જનાર્દનભાઈ દવે, યુવા લેખક  અને વક્તા નીરવભાઈ  માનસેતા,   મિતુલ ભાઈ  વડસોલાએ  તેમજ  સાહિત્ય પ્રેમી  લોકો  ઉપસ્થિત રહ્યા હતા. મોરબી રોટરી ક્લબના સભ્ય  રશેષભાઈ  મહેતા ,  અશોકભાઈ  મહેતા,  હરીશભાઈ શેઠ  તેમજ  મોરબી રોટરી ક્લબના પ્રમુખપરમાર રૂપેશ ( કવિ જલરૂપ ) ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..