Back

ટંકારાની પ્રજા માટે ખુશખબર.આવી રહ્યુ છે હવે તમારા આગંણે પુસ્તક પરબ !

Admin: પુસ્તક પરબ શુ છે.....એવુ સ્થળ કે જ્યા પુસ્તક અને સાહિત્યપ્રેમીઓ પોતાની નવું વાંચવાની અને વીચારવાની જિજ્ઞાસાની તરસ છીપાવી શકે.પુસ્તક પરબ *દર મહિનાના પહેલા રવિવારે* સવારે નક્કી કરેલ સ્થળે યોજવામા આવશે જે આપને ટૂંક સમયમા જાણ કરવામા આવશે.જ્યાથી આપ ત્યા હાજર રહેલ પુસ્તકોમાંથી આપને મનગમતુ પુસ્તક આપનુ નામ સરનામુ અને કોન્ટેક નંબર લખાવી નિશુ:લ્ક વિનામુલ્યે વાંચવા લઈ જઈ શકો છો અને ત્યારપછીના મહીને પાછુ આપી બીજુ પુસ્તક લઈ જઈ શકો છો..આપ આપના જુના પુસ્તકો કે વંચાય ગયેલ પુસ્તકો પરબને દાનમા પણ આપી શકો છો જે પરબને પુસ્તકોથી વધુ સમૃદ્ધ બનાવશે.સાથે સાથે આગળ જતાં ભવિષ્યમાં વિશેષ વ્યક્તિને બોલાવી..તેમના દ્વારા પુસ્તક પરીચય રાખવામા આવશે.આ પુસ્તક પરબ આવતા મહીનાથી એટલે કે એપ્રીલના પહેલા રવિવારથી* શરૂ થવા જઈ રહ્યુ છે તો તમે અને તમારા મિત્રો કે પાડોશી અને ટંકારાની પુસ્તકપ્રેમી જનતા ને પહેલા પુસ્તક પરબ નીમીતે મુલાકાત લેવા તથા આપનુ મનપસંદ પુસ્તક લઈ જવા *ભાવભર્યુ નિમંત્રણ* છે.તથા જો આપ પુસ્તક પરબ ટીમના કાયમી સભ્ય બનવા રસરુચી ધરાવતા હોય તો અમારો સંપર્ક કરો.અને બીજા કોઈપણ પ્રકારે આ નવા જન્મતા પરબને મદદ કરવા માંગતા હો તો અમોને જાણ કરો. 

ટીમ પુસ્તક પરબ 📖 ટંકારા કોન્ટેક : ધવલભાઈ ભીમાણી (9624326621) મહર્ષિભાઈ પંડ્યા (9978564129) ડૉ. નિપાબેન મેંદપરા (9586061166)  ગીતાબેન સાંચલા (9537580555)

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..