Back

બાઇકને અન્ય વાહન ચાલકે અડફેટે લેતા એક આદિવાસીઓનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા ના બારના લાલપુર નજીક રોંગ સાઈડમાં જતા ડબલ સવારી બાઇકને અન્ય વાહન ચાલકે અડફેટે લીધું જે બનાવમાં એક આદિવાસીઓનું મોત નિપજ્યું છે મૂળ દાહોદના ધાનપુર નો વતની અને હાલ જામનગર રોડ તાલુકાના જાલીડા ગામે રહીને મજૂરી કામ કરતો વિજય લક્ષ્મણ છરનીયા નામનો ૨૫ વષૅ નો આદિવાસી યુવાન તેના મિત્ર દિનેશ સોમા છપ્પનિયા આદિવાસી ઉમર 30 ની સાથે ડબલ સવારી માં જાલીડા ગામેથી બાઇક લઇને નીકળ્યો હતો અને માથક ગામ એ તેની બહેન રહેતી હોય હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે પોતાની બહેનને લેવા માથક જ રહ્યો હતો ત્યારે ગત મોડી રાતે બાર નાલા પાસે તેમનું બાઈક અન્ય વાહનની હડફેટે ચડી જતા અકસ્માત ના બનાવમાં બાઇકચાલક વિજય લક્ષ્મણ આદિવાસી મોત નીપજ્યું હતું પાછળ બેઠે લા દિનેશ સોમા છપનીયા આદિવાસી હાલ રહે જામનગર ધ્રોલ તાલુકાના જાલીડા મુળ રહે દાહોદના  ઘાનપુરને સામાન્ય ઈજા પહોંચી હતીહાલમાં ટંકારા  પોલીસે બનાવની નોંધ કરી યોગ્ય કાર્યવાહી હાથ ઘરી છે

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..