Back

મોરબી: પિતાવિહોણી દિકરીની સ્કુલ ફ્રી ભરીને પટેલ યુવા ગ્રુપે પ્રેરણાદાયી કાર્ય કર્યું

 મોરબીના પટેલ યુવા ગ્રુપ દ્વારા પિતા વિહોણી દીકરીની શાળાની ફી ભરીને તેની મદદ કરીને સમાજને નવી રાહ ચિંધવામાં આવી છે પટેલ યુવા ગ્રુપ મોરબી દ્વારા થોડા સમય પૂર્વે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને એકત્રિત થયેલ રકમ સારા કાર્યો માટે વાપરવા સંકલ્પ કરાયો હતો અને વિધવા માતાના સંતાનોને અભ્યાસમાં મદદરૂપ બનવાનું નક્કી કરાયું હોય જેને પગલે મોરબીના રાજનગરમાં રહેતા લોરિયા હસમુખભાઈનું અવસાન થયું હોય અને તેમના વિધવા પત્ની શોભનાબેનની આર્થિક સ્થિતિ નબળી હોય જેથી તેની દીકરી લોરિયા જૈનીશા હાલ ધોરણ 3 માં અભ્યાસ કરતી હોય જેની શાળાની ફી ભરી આપીને અભ્યાસમાં મદદરૂપ બન્યા હતા અને શિક્ષણનું દાન મહાદાન એ ઉક્તિને પણ સાર્થક કરી હતી

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..