Back

ટંકારામાં લતીપર ચોકડીએ અમૃતા હોસ્પિટલ તથા તેની નીચે આવેલ દુકાનોના તાળાઓ તુટિયા

ટંકારામાં લતીપર ચોકડીએ ગતરાત્રીના ઉપરના માળે આવેલ અમૃતા હોસ્પિટલ ની સીડીના શટર તોડી અંદર પ્રવેશ કરી હોસ્પિટલમાં દાખલ થઈ ટેબલના ખાનાઓ  રેકોર્ડ વેરવિખેર કરી નાખેલ છે. હોસ્પિટલ નીચે આવેલ પનારા ફર્ટિલાઇઝર, વિરાટ એગ્રો, ઉમા એન્ટરપ્રાઇઝ , ૐમંડપ સર્વિસ, રાજલ ઈમીટેશન, શ્રીરામ હાર્ડવેર સહિતની દુકાનો ના શટર તાળા તૂટેલા છે પનારા ફર્ટિલાઇઝર ની દુકાનમાં તાળા તૂટેલ છે .પરંતુ   શટર લોક હોય અંદર જઈ શકેલ  નથી .અન્ય દુકાનોમાં  ગ્રીલ ના નકુચા તોડેલ છે. દુકાનોમાં પ્રવેશ કરી ટેબલ ખાનાઓ વેરવિખેર કરી નાખેલ છે. ચીજવસ્તુ ઓ ની ચોરી થયાનું  તથારોકડ રકમની ચોરી થયાનું જણાય છે. આ અંગે વિગત મેળવ્યા છે. પોલીસ ચૂંટણી બંદોબસ્ત માં હતી તે થી તસ્કરોને મોકો મળ્યો છે.

હષઁદરાય કંસારા 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..