Back

હડમતિયામાં સામાજિક કાર્યકરની આગેવાનીમાં ડેગ્યું જાગૃતિ અભિયાન હાથ ધરાયું


ટંકારા : સમગ્ર મોરબી જીલ્લામાં હાલ જયારે ડેંન્ગ્યું તાવ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ટંકારામાં સામાજિક કાર્યકર રમેશભાઈ ઠાકોરે જાહેર જગ્યા પર પાન પાર્લરના દુકાનધારકો તેમજ ટાયરના પંક્ચર રીપેર કરતા દુકાનદારોને ચેતવીને આ મહાભયાનક બિમારી રોકવા પ્રયાસ હાથ ધર્યો છે.


મોરબી જીલ્લામાં અતિભારે વરસાદ પડવાથી હાલ જયારે ડેંન્ગ્યું તાવનો વાયરસ ફેલાવતા “એડિસ” નામના મચ્છરનો આતંક દિન-પ્રતિદિન જીવલેણ સાબિત થઈ રહ્યો છે ત્યારે ટંકારા તાલુકાના હડમતિયા ગામના સામાજિક કાર્યકર રમેશ ઠાકોરે સમાજને રાહ બતાવતું અભિયાન હાથ ધર્યું છે. ગામમાં જાહેર જગ્યા પર પાન પાર્લરની દુકાનની બહાર રહેલ થમ્સઅપના જુના કેરેટ તપાસતા તમામ ૨૪ બોટલો વરસાદી પાણીથી ભરેલ મળી આવી હતી. આ ઉપરાંત, ટાયરના પંક્ચર રીપેર કરતા દુકાનદારો પાસેથી વરસાદી પાણીથી ભરાયેલા મળી આવ્યા હતા. તેથી રમેશ ઠાકોરે દુકાનદારોને વરસાદથી ભરેલ વસ્તુઓ ના રાખવા નમ્ર અરજ કરી સમજાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કાર્ય માટે રમેશ ઠાકોરની સાથે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના આરોગ્ય કર્મચારી જગદીશભાઈ જાની રહ્યા હતા.

સામાજિક કાર્યકર રમેશભાઈ ઠાકોર હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની “સંજીવની સમિતી”ના સદસ્ય તથા એક જાગૃત નાગરિક તરીકે સમાજને રાહ દેખાડવા માટે સ્વચ્છતા અંગે લોકો જાગૃત બને તેમજ ડેંન્ગ્યુના મચ્છરના પોરાને આશ્રય ન મળે તેવા પ્રયાસો હાથ ધરવા અપીલ કરવામાં આવી છે.

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..